દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં CBIએ પૂછપરછ માટે નાટિસ પાઠવી છે. સીબીઆઈએ તેમને 16 એપ્રિલે કેટલીક માહિતી જાણવા માટે બોલાવ્યા છે.
Advertisement
Advertisement
મીડિયા રિપોર્ટ્સમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલાં સૂત્રોના હવાલાથી આ દાવો કરવામાં આવી રહ્યો છે.
આમ આદમી પાર્ટીએ આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી છે. પાર્ટીએ તેના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે AAPના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહ પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર વાત કરશે. હજુ સુધી આ મામલે અરવિંદ કેજરીવાલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આ કેસમાં EDની કસ્ટડીમાં છે. 26 ફેબ્રુઆરીએ CBIએ 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરાઈ હતી.
7 દિવસના CBI રિમાન્ડ પછી કોર્ટે 6 માર્ચે સિસોદિયાને 20 માર્ચ (14 દિવસ) સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. અહીં EDએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ પાસેથી લીકર પોલિસીમાં મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની પૂછપરછ કરી હતી, એજન્સીએ સિસોદિયાની જેલમાંથી જ ધરપકડ કરી હતી.
અહેવાલો અનુસાર EDની ટીમ આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય બે આરોપીઓ સાથે તિહાર પહોંચી હતી. EDએ જણાવ્યું હતું કે નવી લીકર પોલિસી બનાવવામાં સાઉથ દિલ્હીના વેપારીઓ પાસેથી 100 કરોડની લાંચ લેવામાં આવી હતી. આ મામલે EDએ 6 માર્ચે હૈદરાબાદના બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈ અને અમનદીપ ઢલની ધરપકડ કરી હતી.
Advertisement