અમેરિકાએ ચીન અને અરુણાચલ પ્રદેશને વિભાજીત કરનારી મેકમોહન લાઈનને આંતરરાષ્ટ્રીય સીમા તરીકે માની છે. અમેરિકાની સંસદમાં આમુદ્દે એક દ્વિપક્ષીય પ્રસ્તાવ રજૂ કરાયો છે, તેમાં અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે દર્શાવાયું છે. પ્રસ્તાવ રજૂ કરતી વખતે એમ પણ કહેવામાં આવ્યું કે ચીન અરુણાચલ પ્રદેશ સાથેની સીમા પર પરિસ્થિતિ બદલવાની કોશિશ કરી રહ્યું છે. આ પ્રસ્તાવ સાંસદ બિલ હાગેર્ટી અને જેફ માર્કલેએ રજૂ કર્યો હતો.
Advertisement
Advertisement
અમેરિકાએ ચીનની લશ્કરી કાર્યવાહીની ટીકા કરી
આ પ્રસ્તાવમાં ચીનની સેના દ્વારા પૂર્વવત સ્થિતિને બદલવાનો પ્રયાસ અને સૈન્ય કાર્યવાહીની પણ ટીકા કરવામાં આવી હતી. પ્રસ્તાવ રજૂ કરતી વખતે સાંસદે કહ્યું કે આ દ્વિપક્ષીય પ્રસ્તાવ ભારતના અભિન્ન અંગ તરીકે અરુણાચલ પ્રદેશને માન્યતા આપવા માટે સેનેટના સમર્થનને વ્યક્ત કરે છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર યથાસ્થિતિને બદલવા માટે ચીનનીલશ્કરી આક્રમકતાની નિંદા કરે છે.
આ મુદ્દા પર કરી ચીનની ટીકા
ચીન દ્વારા સૈન્ય તાકાતથી LAC પર યથાસ્થિતિ બદલવાના પ્રયાસો, વિવાદિત સ્થળો પર ચીન દ્વારા ગામો વસાવવા અને ચીનના નક્શામાં ભારતના અરુણાચલ પ્રદેશને પોતાનો બતાવવાના પ્રયાસની પણ અમેરિકી સાંસદોએ ટીકા કરી હતી.
ભૂતાન સાથેની સરહદમાં ચીનના દાવાઓની પણ ટીકા કરવામાં આવી છે. આ પ્રસ્તાવમાં ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહીના વિરોધમાં ભારત દ્વારા લેવાયેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી હતી.
અરુણાચલ પ્રદેશ અંગે શું છે ભારત – ચીન વિવાદ
ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો માને છે અને તેને દક્ષિણી તિબેટ ગણાવે છે. બીજી તરફ ભારતનું કહેવું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનુંઅભિન્ન અંગ છે. હકીકતમાં સીમા નિર્ધારિત કરવા માટે ભારત અને તિબેટ વચ્ચે 1914માં બેઠક થઈ હતી. જેમાં તિબેટે અરુણાચલ પ્રદેશના વિવાદિત વિસ્તારોને ભારતનો હિસ્સો ગણાવ્યો હતો. જોકે,ચીને તેનો સ્વીકાર કર્યો ન હતો. આ જ બન્ને દેશ વચ્ચે વિવાદનું કારણ છે.
Advertisement