નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર સવારે 10.43 વાગ્યે ક્રેશ થયું છે. તે એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર હતું. સર્ચ ઓપરેશન ચાલુ છે અને માહિતીની રાહ જોવાઈ રહી છે.
Advertisement
Advertisement
અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર મિગિંગ ગામમાં ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સેનાને ટાંકીને કહ્યું છે કે અકસ્માત સ્થળ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે રેસ્ક્યૂ ટીમને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે.
Advertisement