મહેસાણા: વિપુલ ચૌધરીની ભ્રષ્ટાચાર મામલે ધરપકડને લઇને રાજકારણ ગરમાયુ છે. અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતમાં ધરણા સાથે જેલ ભરો આંદોલન કરવામાં આવી રહ્યુ છે. વિપુલ ચૌધરીની ધરપકડને લઇને મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં અર્બુદા સેનાએ વિરોધ નોંધાવ્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. બીજી તરફ પોલીસે અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી.
Advertisement
Advertisement
અર્બુદા સેનાએ વિપુલ ચૌધરીને છોડવાની કરી માંગ
અર્બુદા સેનાએ પોતાના નેતા વિપુલ ચૌધરીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે અને તેમણે જલ્દી છોડાવવાની માંગ કરી છે. અર્બુદા સેના દ્વારા ધરણા, ઉપવાસ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. વિપુલ ચૌધરીની અટકાયતને લઇને ચૌધરી સમાજ સરકાર સામે રોષે ભરાયો છે.
10થી 20 ઓક્ટોબરે ઠેર ઠેર યોજાયા સમ્મેલન અને રેલી
ઉત્તર ગુજરાતમાં 10થી 20 ઓક્ટોબર વચ્ચે ગામે ગામમાં અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીની પાઘડી સાથે સમ્મેલન અને રેલી યોજવામાં આવી હતી. મહેસાણાના ખેરાલુના ડભાડ ગામમાં પણ 12 ઓક્ટોબરે આંજણા ચૌધરી સમાજ દ્વારા હનુમાનનગરમાં સમ્મેલન યોજવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વિપુલ ચૌધરીને છોડાવવાની આક્રોશજનક માંગો કરીને સરકારને પડકાર ફેંકવામાં આવ્યો હતો.
View this post on Instagram
સરકાર સામે મોટો પડકાર
વિધાનસભાની ચૂંટણી પહેલા જો વિપુલ ચૌધરીને છોડવામાં નહી આવે તો ચૌધરી સમાજના મત ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોચાડી શકે છે. અર્બુદા સેનાના પ્રવક્તા હરજીત ચૌધરીએ કહ્યુ કે સરકાર આ તમામ વિરોધ પછી અણારી વાત નહી માને તો ચૂંટણીમાં ચૌધરી સમાજ પોતાની તાકાત બતાવશે.
આ પણ વાંચો: બિલ્કીસ બાનો કેસ: ગુજરાત સરકારે સોગંદનામું દાખલ કરીને દોષિતોની મુક્તિનો કર્યો બચાવ
વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના
અર્બુદા સેનાનો એક પત્ર વાયરલ થયો છે જેમાં વિપુલ ચૌધરીને આગામી દિવસોમાં જેલમાંથી મુક્ત કરાવવા માટે આંદોલન વિશે માહિતી આપવામાં આવી છે.
આંજણા ચૌધરી સમાજના લોકપ્રીય આગેવાન વિપુલ ચૌધરીને માત્ર રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કરી સમગ્ર આંજણા ચૌધરી સમાજનું અપમાન છે. ચૌધરી સમાજની તથા પશુપાલકોની લાગણી દુભાયેલી છે. વિપુલ ચૌધરીને આગામી દિવસોમાં જેલ મુક્ત કરવામાં નહી આવે તો અર્બુદા સેના ગુજરાત પ્રદેશ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
તારીખ 11થી 20 ઓક્ટોબર સુધી સમાજના ગામોમાં સમાજ પંચાયત કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં સમાજના તથા પશુપાલકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી ઠરાવ સ્વરૂપે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવી રહેલ છે. 21 તારીખે જિલ્લા કક્ષાએ અર્બુદા સેનાના કાર્યકર્તાઓ તથા પશુપાલકો દ્વારા જેલભરો આંદોલન તથા ધરણા કરશે.
30 ઓક્ટોબરે આંજણા સમાજ તથા પશુપાલકો દ્વારા સમાજ મહાપંચાયત ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે જેમાં ગુજરાતભરના લાખોની સંખ્યામાં સમાજના તથા પશુપાલકો હાજર રહી આગામી સમયમાં રાજકીય દિશા સુચન નક્કી કરશે.
Advertisement