વોશિંગ્ટન: અમેરિકાના એક અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલી એક જાહેરાત વિવાદમાં છે. આ જાહેરામાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારણ સહિત 10 વરિષ્ઠ સરકારી અધિકારીઓને વિદેશી રોકાણકારોનો વિરોધી ગણાવીને તેમને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. આ જાહેરાતથી ભારતમાં મોટું વિવાદ થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે, જાહેરાત તેવા સમયે પ્રકાશિત કરવામાં આવી છે, જ્યારે સીતારમણ જી20ના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકામાં છે.
Advertisement
Advertisement
13 ઓક્ટોબરે પ્રકાશિત આ વિજ્ઞાપનમાં નિર્મલા સીતારમણ ઉપરાંત એન્ટ્રિક્સ કોર્પના ચેરમેન રાકેશ શશિભૂષણ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, સુપ્રીમ કોર્ટના જજ હેમંત ગુપ્તા, વી રામસુબ્રમણ્યમ, સ્પેશ્યલ પીસી (ભ્રષ્ટાચાર નિવારણ) એક્ટ જજ ચંદ્રશેખર, સીબીઆઈ ડીએસપી આશીષ પારીક, પ્રવર્તન નિદેશાયલ (ઈડી)ના નિદેશક સંજય કુમાર મિશ્રા અને અતિરિક્ત સોલિસિટર જનરલ એન વેંકટરમનનું નામ છે. આ વિજ્ઞાપનમાં ઈડીના સહાયક નિર્દેશક આર રાજેશ અને ઉપ નિદેશક એ સાદિક મોહમ્મદનું નામ પણ સામેલ છે.
વિજ્ઞાપનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ તમામ લોકોએ સરકારી સંસ્થાઓનો દુરપયોગ કરીને ભારતને રોકાણકારો માટે અસુરક્ષિત કરી દીધો છે. વિજ્ઞાપનમાં સૌથી નીચે એક ક્યુઆર કોડ પણ છે, જેને સ્કેન કરવા પર અમેરિકન થિંક ટેંક ફ્રન્ટિયર્સ ઓફ ફ્રિડમની વેબસાઇટ ખુલે છે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ દાવો કર્યો કે, આ અભિયાનને દેવાસ મલ્ટીમીડિયાના પૂર્વ સીઈઓ રામચંદ્રન વિશ્વનાથન ચલાવી રહ્યાં છે. તેમને ટ્વિટ કરીને કહ્યું, “વિશ્વાસઘાતીઓ દ્વારા અમેરિકન મીડિયાને હથિયાર બનાવવું શરમજનક છે. આ ચોંકાવનાર ધૃણાસ્પદ વિજ્ઞાપન ભારત અને તેમની સરકારને ટાર્ગેટ કરવા માટે છાપવામાં આવ્યો છે. શું તમે જાણો છો કે આની પાછળ કોણ છે? આ અભિયાન ભાગેડૂ રામચંદ્ર વિશ્વનાથ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જે દેવાસના સીઈઓ હતા.”
Advertisement