નવી દિલ્હી: દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કથિત રીતે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપ વચ્ચે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને પાછલા શુક્રવારે એક ધાર્મિક આયોજ દરમિયાન હિન્દૂ ધર્મને લઈને એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન પછી બીજેપીએ કેજરીવાલ સરકાર પર શાબ્દિક હુમલાઓ કરવા માંડી હતી. આ વિવાદ વચ્ચે બીજેપી રાજેન્દ્ર પાલ ગૌતમ પર હિન્દૂ દેવી-દેવતાઓનો અપમાનનો આરોપ લગાવી રહી છે. મંત્રીની હાજરીમાં હજારો લોકોએ રામ-કૃષ્ણને ભગવાન ના માનવા અને પૂજા ના કરવાની શપથ લેવાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં બીજેપીએ કહ્યું હતુ કે, બોદ્ધ અને હિન્દૂ ધર્મ માનનારાઓને લડાવવાની કોશિશ છે. બીજેપીએ રાજેન્દ્ર ગૌતમને હિન્દી સમાજની માફી માંગવાની પણ માંગ કરી હતી.
Advertisement
Advertisement
હિન્દૂ દેવતાઓના કથિત અપમાનને લઈને વિવાદમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ આ બાબતને લઈને કેટલાક દિવસ પહેલા સ્પષ્ટતા પણ કરી હતી. ગૌતમે એક નિવેદન રજૂ કરીને કહ્યું હતુ કે હું ધાર્મિક વ્યક્તિ છું, બધા દેવી-દેવતાઓનું સન્માન કરૂ છું. મેં કોઈપણ આસ્થા પ્રતિ કોઈ શબ્દ બોલ્યો નથી, હું બધાની શ્રદ્ધાની ઇજ્જત કરૂ છું. જેમને બીજેપીના દૂષ્પ્રચારના કારણે પીડા થઇ તે બધા લોકોને હાથ જોડીને માફી માંગુ છું.
મીડિયામાં મેં જોયું કે બીજેપી મારા અંગે કેટલીક અફવાઓ ફેલાવી રહી છે. હું એક ખુબ જ ધાર્મિક વ્યક્તિ છું. હું વ્યક્તિગત રૂપથી બધા જ દેવી-દેવાઓનું સન્માન કરૂ છું અને ક્યારેય સ્વપ્નામાં પણ વિચારી શકતો નથી કે પોતાના કોઈ કર્મ અથવા વચનથી દેવી-દેવતાઓનું અપમાન કરૂ. મેં કોઈપણ આસ્થા પ્રતિ કોઈ શબ્દ પણ બોલ્યો નથી. હું બધાની આસ્થાની ઇજ્જત કરૂ છું.
નિવેદનમાં તેમને કહ્યું હતુ કે, મેં તો મારા ભાષણમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મોંઘવારી અને સામાજિક સમાનતા પર વાત કરી હતી પરંતુ પછી બીજેપીએ મારા અંગે ખોટી અફવાઓ ફેલાવી હતી. હું બીજેપીની આવી હરકતને લઈને ખુબ જ દુ:ખી છું. હું તે બધા લોકોને હાથ જોડીને માંફી માંગુ છુ કે જેમને બીજેપીના આ દૂષ્પ્રચારના કારણે કોઈપણ પ્રકારની પીડા પહોંચી છે.
Advertisement