ગાંધીનગર: અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 3 રૂપિયાનો વધારો કર્યા પછી અમૂલ દહીમાં પણ પ્રતિ કિલોએ 3 રૂપિયાનો વધારો કર્યો છે. હવે લોકો અમૂલ દહીને મસ્તીથી નહી ખાઇ શકે. અમૂલ મસ્તી દહીનું 1 કિલો પાઉચ હવે 72 રૂપિયામાં મળશે.
Advertisement
Advertisement
અમૂલ દહીમાં પણ વધારો
અમૂલ મસ્તી દહી 1 કિલો પાઉચ પહેલા 69 રૂપિયામાં મળતુ હતુ. હવે ગ્રાહકોએ તેના માટે 72 રૂપિયા ચુકવવા પડશે. અમૂલ મસ્તી દહીના 5 કિલોનું પાઉચ 310 રૂપિયામાં મળતુ હતુ હવે તેની માટે ગ્રાહકોએ 325 રૂપિયા ચુકવવા પડશે. અમૂલ મસ્તી દહીના 5 કિલો પાઉચમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ મસ્તીના 400 ગ્રામના પાઉચમાં 2 રૂપિયા વધારવામાં આવ્યા છે. અમૂલ મસ્તીનું 400 ગ્રામનું પાઉચ પહેલા 32 રૂપિયામાં મળતુ હતુ, હવે તેના માટે 34 રૂપિયા ચુકવવા પડશે.
અમૂલ મસ્તીના 200 ગ્રામના પાઉચમાં પણ 1 રૂપિયાનો વધારો થયો છે. મસ્તી દહીનું 200 ગ્રામનું પાઉચ 17 રૂપિયામાં મળતુ હતુ હવે તેના માટે ગ્રાહકોએ 18 રૂપિયા ચુકવવા પડશે.
આ પણ વાંચો: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 3 રૂપિયાનો વધારો, ભાવ વધારો આજથી લાગુ
અમૂલે દૂધમાં પણ 3 રૂપિયા પ્રતિ લિટરે વધારો કર્યો હતો
અમૂલે બજેટના બીજા જ દિવસે દૂધમાં પ્રતિ લિટરે 3 રૂપિયાનો વધારો કર્યો હતો.અમૂલના ફુલ ક્રીમ દૂધનો ભાવ વધીને 66 રુપિયા પ્રતિ લીટર થઇ ગયુ છે, જે પહેલા 63 રૂપિયા પ્રતિ લીટર હતુ. સાથે જ ભેસના દૂધના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લીટર વધારીને 65ની જગ્યાએ 70 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યુ છે.
Advertisement