ગાંધીનગર: દેશની મોટી ડેરી કંપની અમૂલ તરફથી ફુલ ક્રીમ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે બાદ અમૂલના ફુલ ક્રીમ દૂધનો ભાવ વધીને 66 રુપિયા પ્રતિ લીટર થઇ ગયુ છે, જે પહેલા 63 રૂપિયા પ્રતિ લીટર હતુ. સાથે જ ભેસના દૂધના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લીટર વધારીને 65ની જગ્યાએ 70 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
અમૂલ તરફથી લગભગ તમામ પ્રકારના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. લેટેસ્ટ ભાવ વધારો આજથી લાગુ થઇ ગયો છે.
ગુજરાત ડેરી સહકારી અમૂલે તાજા દૂધના ભાવમાં 3 રૂપિયા લિટર સુધીનો તાત્કાલીક વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડની કિંમત હવે પ્રતિ લિટર 66 રૂપિયા, અમૂલ તાઝાઆની કિંમત 1 લિટર દીઠ 54 રૂપિયા, અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ A2 ભેસના દૂધની કિંમત પ્રતિ લિટરે 70 રૂપિયા હશે.
Advertisement