જમ્મુ-કાશ્મીર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે રાજૌરીમાં એક રેલીમાં જાહેરાત કરી હતી કે ગુર્જર, બકરવાલ અને પહાડી સમુદાયોને ટૂંક સમયમાં અનામતનો લાભ આપવામાં આવશે.
Advertisement
Advertisement
તેમણે કહ્યું, “કલમ 370 નાબૂદ કર્યા પછી અનામત આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જસ્ટિસ શર્મા કમિશને તેના રિપોર્ટમાં ગુર્જર, બકરવાલ અને પહાડી સમુદાય માટે અનામતની ભલામણ કરી હતી. તેમને ટૂંક સમયમાં જ અનામત આપવામાં આવશે.”
ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની તેમની મુલાકાતના બીજા દિવસે આજે રાજૌરીમાં એક જાહેર સભાને સંબોધી હતી.
અહીં વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા શાહે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં આજની રેલી, મોદી…મોદીના નારા એ લોકોને જવાબ છે જેઓ કહેતા હતા કે જો કલમ 370 હટાવી દેવામાં આવશે, તો આગ લાગશે અને લોહીની નદીઓ વહેશે.
“મોદીજીએ 5મી ઓગસ્ટ 2019ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવી દીધી. “આર્ટિકલ 370 અને 35A હટાવીને અહીં પછાત, દલિતો, આદિવાસીઓ અને પહાડીઓને તેમના અધિકાર મળશે.”
આ સિવાય શાહે જમ્મુ-કાશ્મીરના ત્રણ મુખ્ય પ્રાદેશિક પક્ષો પર પણ આકરા પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પરિવારોએ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કસર છોડી નથી. આજે મોદીજી સમગ્ર જમ્મુ-કાશ્મીરના 27 લાખ પરિવારોને પાંચ લાખ સુધીના સ્વાસ્થ્યનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી રહ્યા છે, આ ત્રણ પરિવારોએ 70 વર્ષમાં શું આપ્યું?
શાહ મંગળવારે સવારે 10 વાગે સૌથી પહેલા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચ્યા હતા. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ અહીં હાજર હતા. આ પછી રાજૌરીમાં જ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે.
Advertisement