ગાંધીનગર: ગુજરાતમાં એક વખત ફરીથી વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થઇ શકે છે. અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચક્રવાતની આગાહી કરી છે. અંબાલાલ અનુસાર, દિવાળી પર ગાજવીજ અને તેજ પવનો સાથે વરસાદ પડી શકે છે. આ વાતાવરણ ધનતેરસથી બેસતા વર્ષ સુધી પલટો રહી શકે છે. તેમણે કહ્યું છે કે, દિવાળી પર વરસાદ પડે તો 2023માં ચોમાસુ સારુ જાય. 2023નું ચોમાસું સારું રહેવાની પણ વકી છે. 2023માં પણ ખેડૂતોને ચોમાસું લાભ કરાવી શકે છે.
Advertisement
Advertisement
અંબાલાલે કરેલી આગાહી પહેલા ખેડૂતોએ સાવધાન થઇ જવું જોઈએ. કેમ કે, તેમની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં એક મોટું વાવાઝોડૂ ત્રાટકી શકે છે. 14થી 17 ઓક્ટોબર સુધી હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. પાછોતરો વરસાદ 12મી સુધી પડશે, જ્યારે તે પણ પછી પણ ફરી એક વાવાઝોડું આવી શકે છે. વાવાઝોડાની પૂર્વ ભારત સુધી અસર થઈ શકે છે. ઓક્ટોબર, નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે છે.
આ આગાહી તહેવારોમાં ઉત્તર ભારતના પ્રવાસે જનારા લોકોને પણ ધ્યાન ઉપર લેવી જરૂરી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પ્રવાસે જનારા લોકો હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રવાસનું આયોજન કરવું જોઈએ.
મોટાભાગે દિવાળીના તહેવારોમાં ગુજરાતીઓ પ્રવાસનું પ્લાનિંગ કરતાં હોય છે અને અગાઉથી જ બુકિંગ કરાવી લેતાં હોય છે, ત્યારે પ્રવાસના શોખીન ગુજરાતવાસીઓને સાવધાન કરતી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મોટાભાગે ગુજરાતીઓ દિવાળીની રજાઓમાં અને તહેવારોમાં દક્ષિણ ભારતના પ્રવાસે જવાનું પ્લાનિંગ કરતાં હોય છે, ત્યારે જો ત્યાં વરસાદ પડવાની સંભાવના રહેલી હોય તો પ્રવાસની મજા બગડી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પેપર લીકકાંડ યથાવત; BBA-B.Comની પરીક્ષાના પેપર થયા લીક
આ પહેલા અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઇને પણ આગાહી કરી ચૂક્યા છે. 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો. રાજ્યમાં 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડી શકે છે. અંબાલાલ અનુસાર, ઉત્તર તરફના પવનો ફુંકાય તો વધુ ઠંડી પડે છે. જ્યારે ડિસેમ્બરમાં કાતિલ ઠંડીનો ચમકારો રહવાની સંભાવના છે.
Advertisement