રાજકોટ: ગુજરાતમાં પેપર લીકકાંડ યથાવત છે. આ બધા કાંડો પછી ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય કંઇ દિશામાં જશે તે કહેવું અઘરૂ બન્યું છે. ગુજરાતમાં આગામી દિવસોમાં છાસવારે પેપર કાંડ થતાં આવ્યા છે. સરકારી નોકરીના પેપર હોય કે કોઈ પછી એજ્યુકેશનની પરીક્ષાના પેપર હોય તે લીક થતાં આવ્યા છે. જેથી અનેક વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. તેવામાં એક વખત ફરીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બીકોમ સેમેસ્ટર-5ના પેપર લીક થઇ જતા સરકાર પર પ્રશ્ન ઉઠી રહ્યાં છે. જણાવી દઈએ કે, તા. 13 ઓક્ટોબરે એટલે આજે થનારી પરીક્ષાના બે પેપર લીક થયાનું સામે આવ્યું છે.
Advertisement
Advertisement
મળી રહેલી માહિતી અનુસાર, આ પરીક્ષા કેન્સલ ન કરવી પડે તેથી રાતોરાત પ્રશ્નપત્ર ફરી બનાવડાવામાં આવ્યા છે. પરીક્ષાના એક દિવસ પહેલા જ પરીક્ષાની કોપી વાયરલ થઇ ગઇ છે.
13 ઓક્ટોબરના રોજ બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ની પરીક્ષા હતી. જોકે આ બંને પેપર એક દિવસ પહેલા એટલે કે 12 ઓક્ટોબરના રોજ વાયરલ થયા થઇ ગયા છે. આ પેપર કેવી રીતે લીક થયા તે અંગે હજું કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી.
ગુજરાતમાં પેપર લીક કૌભાંડ પાછલા ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ કાંડના કારણે અનેક હોશિયાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અંધકારમાં ધકેલાઇ જાય છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે બે તબક્કામાં યોજાશે ચૂંટણી: રિપોર્ટ
તાજેતરમાં અગાઉથી જૂની પુરવણીમાં જવાબો લખી હોમિયોપેથીમાં પાસ કરાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામ ડીસિપ્લીનરી કમિટી દ્વારા પરીક્ષા પહેલા જ ઘરે પુરવણી લખી આવનારા વિદ્યાર્થીને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ઓગસ્ટ-2022માં લેવાયેલી બીએચએમએસ ત્રીજા વર્ષની પરીક્ષામાં એક વિદ્યાર્થી ઘેરથી જ પુરવણી લખીને પરીક્ષા આપવા આવતા પકડાયો હતો. સમગ્ર કિસ્સો એક મહિના અગાઉ બન્યો હોવા છતાં યુનિવર્સિટીએ દબાવી દીધું હતું.
Advertisement