સૂરત: હાર્દિક પટેલ પછી પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા ભાજપમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છે. અલ્પેશ કથિરિયાને ભાજપમાં સામેલ કરાવવાની જવાબદારી પાટીદાર નેતાને સોપવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલ 19 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી શકે છે. આ બેઠકમાં પાસ સંયોજકના ભાજપમાં સામેલ થવા મામલે નિર્ણય લેવામાં આવશે.
Advertisement
Advertisement
અલ્પેશ કથિરિયાના ભાજપમાં સામેલ થવા મામલે હવે આ ચર્ચા થઇ રહી છે કે ખોડલધામના સંસ્થાપક નરેશ પટેલ મેદાનમાં આવી ગયા છે. અલ્પેશનું ભાજપમાં સામેલ થવુ હવે નરેશ પટેલના હાથમાં છે, માટે નરેશ પટેલ વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી શકે છે. એવુ પણ કહેવામાં આવે છે કે અલ્પેશ કથિરિયા સાથે અન્ય પાટીદાર પણ ભાજપમાં સામેલ થશે.
આ પહેલા પાસ નેતા અલ્પેશ કથિરિયાએ ફેસબુક પર ભાજપમાં સામેલ થવાની ચર્ચાને લઇને એક પોસ્ટ કરી હતી. અલ્પેશ કથિરિયાએ કહ્યુ કે અમારી શરતો પુરી થયા બાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ પરિવારને સરકારી નોકરી, પાટીદારો પર લાગેલા કેસને પરત લેવાની માંગ હજુ પણ ચાલી રહી છે. આ શરતોને પુરી કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત PM મોદીની માતાનું અપમાન ક્યારેય સહન નહી કરે: સ્મૃતિ ઇરાની
મહત્વપૂર્ણ છે કે જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, રાજકીય દળો દ્વારા અલગ અલગ નેતાઓને પોતાની પાર્ટીમાં ખેચવામાં આવી રહ્યા છે. મોટાભાગના નેતા અને કાર્યકર્તા ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. આ વચ્ચે પાટીદાર અનામત આંદોલનના સંયોજક અલ્પેશ કથિરિયા પણ આ મહિનાના અંત સુધી રાજકીય પાર્ટીમાં સામેલ થઇ શકે છે.
Advertisement