સિવિલ એવિએશન ઓથોરિટી (DGCA) એ એક વૃદ્ધ મહિલા મુસાફર પર સહ-યાત્રી દ્વારા પેશાબ કરવાના મામલામાં એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Advertisement
Advertisement
ન્યૂઝ એજન્સી ANIએ DGCAને ટાંકીને કહ્યું છે કે એર ઈન્ડિયાને ‘નિયમોના ઉલ્લંઘન’ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
DGCAએ એર ઈન્ડિયાની સંબંધિત ફ્લાઈટના પાઈલટ-ઈન-કમાન્ડનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે.
ડીજીસીએના જણાવ્યા અનુસાર, તે પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ડીજીસીએએ એર ઈન્ડિયાની ફ્લાઈટ સર્વિસના ડિરેક્ટર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
આ ઘટના નવેમ્બરની છે પરંતુ લગભગ દોઢ મહિના પછી પ્રકાશમાં આવી છે.આ કેસમાં આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે.
એર ઈન્ડિયાએ તેમના પર ચાર મહિના માટે ફ્લાઈટ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્લેન અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવી રહ્યું હતું. પીડિત મહિલા પ્લેનના ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહી હતી.
Advertisement