નવી દિલ્હી: અદાણી ગ્રુપની કંપનીઓ પર હિંડનબર્ગ રિસર્સ રિપોર્ટની કોર્ટની નજરમાં તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી માટે તૈયાર થઇ ગયુ છે. અરજી કરનાર વિશાલ તિવારીએ CJI ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા ધરાવતી પીઠ સામે તુરંત સુચીમાં સામેલ કરવાની માંગ કરી છે. આ બેંચમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલા પણ સામેલ છે.
Advertisement
Advertisement
વિશાલ તિવારીએ બેંચને કહ્યુ કે આ મુદ્દા પર દાખલ એક અલગ અરજીને 10 ફેબ્રુઆરીએ સુનાવણી માટે યાદીમાં લેવામાં આવશે, તેમણે કહ્યુ કે આ રીતની અરજી કાલે આવી રહી છે. આ અરજી હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સબંધિત છે જેને દેશની છબીને ખરાબ કરી છે અને નુકસાન પહોચાડ્યુ છે. વિશાલ તિવારીએ પીઠને આગ્રહ કર્યો કે અલગ અરજી સાથે તેમની અરજી પર પણ શુક્રવારે સુનાવણી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર
અરજી કરનારની માંગ પર CJIએ કહ્યુ બરાબર છે.. જનહિત અરજી (PIL)માં તિવારીએ મોટા કૉર્પોરેટ્સને આપવામાં આવેલા 500 કરોડ રૂપિયાથી વધુની લોનની મંજૂરી માટે એક વિશેષ સમિતીની રચના કરવાનો આદેશ આપવાની માંગ કરી છે. મહત્વપૂર્ણ છે કે એડવોકેટ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરી હતી જેમાં યૂએસ-બ્રૉડ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના શૉક્ટ સેલર નાથન એન્ડરસન અને ભારત-અમેરિકામાં તેમના સહયોગીઓ વિરૂદ્ધ કેસ ચલાવવાની માંગ કરવામાં આવી છે.
Advertisement