ભોપાલ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’માં રવિવારે મધ્ય પ્રદેશના સૌથી મોટા શહેર ઇન્દોર પહોચ્યા હતા. રાહુલ મહૂમાં યાત્રા દરમિયાન બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ નેતાનો વીડિયો ન્યૂઝ એજન્સીએ શેર કર્યો છે, જેમાં તેમની બાઇક આગળ સુરક્ષાકર્મી દોડતા જોવા મળે છે. રાહુલની પાછળ તેમના સમર્થક દોડી રહ્યા છે જેમાં એક વ્યક્તિ તિરંગા લઇને પાછળ દોડી રહ્યો છે.
Advertisement
Advertisement
‘ભારત જોડો યાત્રા’ દરમિયાન સમાજના અલગ અલગ તબક્કાના લોકો સાથે એક દિવ્યાંગ વ્યક્તિ પણ યાત્રામાં સામેલ થયો હતો અને રાહુલ થોડી વાર માટે તેની વ્હીલચેર ધકેલતા જોવા મળ્યા હતા. યાત્રામાં ભાગ લેવા માટે દિવ્યાંગ મનોહરે જણાવ્યુ કે રાહુલ ગાંધીએ કહ્યુ કે હવે દેશ બદલવો જોઇએ.
MPમાં આજે ‘ભારત જોડો યાત્રા’નો 5મો દિવસ
‘ભારત જોડો યાત્રા’માં રવિવારે મધ્ય પ્રદેશમાં 5માં દિવસમાં પ્રવેશ કરી ગઇ છે. જેમાં સામેલ લોકોએ ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મસ્થલ મહૂમાં રાત્રિ રોકાણ બાદ રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલવાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા રાઉ થઇને ઇન્દોર પહોચી હતી. રાઉમાં યાત્રાના સ્વાગત માટે લાલ જાજમ પાછરવામાં આવી હતી.
#WATCH | Congress MP Rahul Gandhi rides a motorbike during the ‘Bharat Jodo Yatra’ in Mhow, Madhya Pradesh. pic.twitter.com/TNG1yvwKbo
— ANI (@ANI) November 27, 2022
આ વચ્ચે પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાએ જણાવ્યુ કે ઇન્દોરમાં યાત્રાની સુરક્ષા માટે 1,400 કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને જગ્યાએ જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, તેમણે જણાવ્યુ કે ગીચ ગલી અને વધુ વસ્તી ધરાવતા રાજબાડા વિસ્તારમાં 12 જર્જર મકાનોને અસ્થાઇ રીતે ખાલી કરાવી લેવામાં આવ્યા છે જેને કારણે યાત્રા દરમિયાન કોઇ દૂર્ઘટનાની આશંકા ના બને.
Advertisement