નવી દિલ્હી: રશિયાના પાટનગર મૉસ્કોથી ગોવા જતી એક ચાર્ટડ ફ્લાઇટને ઉજબેકિસ્તાનમાં ડાયવર્ટ કરવામાં આવી છે. બોમ્બની ધમકી બાદ ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આ પહેલા જામનગરમાં પણ બોમ્બની અફવાને પગલે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
વિમાનમાં બોમ્બ હોવાનો ખતરો
એરપોર્ટના સુત્રોએ કહ્યુ, રશિયાના પર્મ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ગોવા આવી રહેલા અઝુર એરના એક ચાટર્ડ વિમાનમાં સુરક્ષાને લઇને ખતરો હતો. તે બાદ વિમાનને ઉજબેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ. વિમાનમાં બે શિશુ અને ચાલક દળના સાત સભ્ય સહિત કુલ 238 મુસાફર સવાર હતા.
અધિકારીઓએ કહ્યુ કે ફ્લાઇટ AZV2463ને ભારતીય એર સ્પેસમાં પ્રવેશ કર્યા પહેલા ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ, તેને ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર સવારે ચાર વાગ્યે ઉતરવાનું હતું. એક અધિકારીએ પીટીઆઇ-ભાષાને જણાવ્યુ, “ડાબોલિમ એરપોર્ટના ડિરેક્ટર દ્વારા રાત્રે 12.30 વાગ્યે એક ઇમેલ મળ્યા બાદ તેને ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ જેમાં વિમાનમાં બોમ્બ લગાવવાનો ઉલ્લેખ હતો.”
रूस के पर्म अंतरराष्ट्रीय हवाईअड्डे से गोवा के लिए आ रही अजूर एयर के एक चार्टर्ड विमान को धमकी मिली। इसके बाद फ्लाइट को उज्बेकिस्तान डायवर्ट कर दिया गया है। फ्लाइट में 2 शिशुओं और 7 चालक दल सहित कुल 238 यात्री सवार हैं: हवाईअड्डे के सूत्र pic.twitter.com/X6uCfATbi2
— ANI_HindiNews (@AHindinews) January 21, 2023
11 દિવસમાં બીજી ઘટના
મહત્વપૂર્ણ છે કે 11 દિવસમાં મોસ્કો-ગોવા ફ્લાઇટમાં બોમ્બની ધમકીની આ બીજી ઘટના છે. 9 જાન્યુઆરીએ મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન AZURની ફ્લાઈટમાં બોમ્બની માહિતી બાદ જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તે પછી તમામ 236 મુસાફર અને 8 ક્રૂ મેમ્બરને સુરક્ષિત ફ્લાઇટની બહાર કાઢીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ ફ્લાઇટમાં કોઇ બોમ્બ ના મળતા અફવા સાબિત થઇ હતી.
Advertisement