નવી દિલ્હી: એર ઇન્ડિયાએ ઉડાન દરમિયાન મહિલા મુસાફર પર પેશાબ કરનારા પેસેન્જર પર 30 દિવસનો પ્રતિબંધ લગાવી દીધો છે ત્યારે ફરી એક વખત એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં નશામાં ધૂત યુવકે મહિલા મુસાફર પર પેશાબ કર્યો હોવાની બીજી ઘટના સામે આવી છે. 6 ડિસેમ્બરે એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 142ના પાયલટે આ ઘટનાની જાણકારી દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને આપી હતી. તે બાદ આરોપી પુરૂષ યાત્રીની અટકાયત કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
લેખિત માફી માંગ્યા બાદ પેસેન્જરને છોડવામાં આવ્યો
એરપોર્ટ સિક્યુરિટીને પહેલા જ આ જાણકારી આપવામાં આવી હતી કે એક પુરૂષ મુસાફર નશામાં ધુત છે અને તે કેબિનના ઇંસ્ટ્રક્શન ફૉલો નથી કરી રહ્યો. આ સિવાય તેને જાણકારી આપી હતી કે યુવકે એક મહિલા પેસેન્જરના કાંબળા પર પેશાબ પણ કર્યો હતો. ફ્લાઇટના લેન્ડ થતા જ પુરૂષ યાત્રીને CISFના જવાનોએ પકડી લીધો હતો. તે બાદ યુવકે લેખિતમાં માફી માંગી હતી જે બાદ બન્ને મુસાફરો વચ્ચે સમજૂતિ થઇ હતી.
સમજૂતિ બાદ આરોપી યુવકને જવાની પરવાનગી આપવામાં આવી હતી. મહિલા મુસાફરે શરૂમાં એક લેખિત ફરિયાદ કરી હતી, તે બાદમાં પોલીસે કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો અને યાત્રીને ઔપચારિકતા પુરી કર્યા બાદ એરપોર્ટથી બહાર જવાની પરવાનગી આપવામાં આવી હતી.
ફ્લાઇટમાં પેશાબ કરનાર આરોપી મુંબઇનો
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નશામાં ધૂત રહીને મહિલા પર પેશાબ કર્યો હતો. ફ્લાઇટમાં મુસાફરી કરનાર યુવક મુંબઇનો હોવાનું દિલ્હી પોલીસને જાણવા મળ્યુ છે. પોલીસે દાવો કર્યો કે આરોપીની જલ્દી ધરપકડ કરવામાં આવશે. પોલીસના સુત્રોએ જણાવ્યુ કે આરોપી વ્યક્તિ મુંબઇના મીરા રોડ એરિયામાં રહે છે. દિલ્હી પોલીસ આ મામલે ફ્લાઇટમાં હાજર તમામ કેબિન ક્રૂને નોટિસ મોકલી શકે છે અને નિવેદન માટે બોલાવી શકે છે.
Advertisement