ન્યૂયોર્ક: અમેરિકાના વર્જીનિયામાં એક 6 વર્ષના બાળકે ક્લાસમાં મહિલા ટીચરને ગોળી મારી હતી. તે બાદ બાળકને પોલીસે કસ્ટડીમાં લીધો છે. પોલીસ ચીફે જણાવ્યુ કે મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરવાામં આવી છે અને તેની સ્થિતિ ગંભીર છે. આ કોઇ અકસ્માત નહતો. બાળકે શિક્ષક સાથે વિવાદને લઇને જાણી જોઇને ગોળી મારી હતી.
Advertisement
Advertisement
ઘટનામાં અન્ય કોઇ બાળક સામેલ નહતા. ગોળીબારી બાદ સ્કૂલમાં ડરનો માહોલ છે. બાલકને બંદૂક ક્યાથી મળી, તેની હજુ કોઇ જાણકારી મળી શકી નથી. અમેરિકાની સ્કૂલમાં ખુલ્લેઆમ ફાયરિંગના કેસ સતત વધી રહ્યા છે.
સ્થાનિક પોલીસ પ્રમુખ સ્ટીવ ડ્રૂએ કહ્યુ, “બાળક છ વર્ષનો વિદ્યાર્થી છે, તે પોલીસ કસ્ટડીમાં છે. આ એક અકસ્માત શૂટિંગ નહતું.” પોલીસે કહ્યું કે પીડિત શિક્ષિકા 30 વર્ષની છે અને તેની ઇજા જીવલેણ છે.
શહેરની સ્કૂલના અધીક્ષક જૉર્જ પાર્કરે કહ્ય, હું આઘાતમાં છું અને નિરાશ છું. આપણે આ સુનિશ્ચિત કરવા માટે સમાજના સમર્થનની જરૂર છે કે બંદૂક બાળકોની પહોચમાં ના હોય. તમને જણાવી દઇએ કે સ્કૂલમાં ગોળીબારની ઘટનાઓએ સંયુક્ત રાજ્ય અમેરિકાને ત્રસ્ત કરી દીધુ છે.
ગત વર્ષે મે મહિનામાં ટેક્સાસના ઉવાલ્ડેમાં એક 18 વર્ષીય બંદૂકધારીએ 19 બાળક અને બે શિક્ષકોની હત્યા કરી હતી. ગન વાયોલન્સ આર્કાઇવ ડેટાબેસ અનુસાર, ગત વર્ષે સંયુક્ત રાજ્ય અમેરિકામાં અનુમાનિત 44,000 બંદૂકોથી સબંધઇત મોત થયા છે, તેમાં લગભગ અડધી હત્યાના કેસ દૂર્ઘટના અને આત્મરક્ષાના હતા અને અડધા કેસ આત્મહત્યાના હતા.
Advertisement