- અમદાવાદ: ચાઇના માર્કેટમાં એપલ-સેમસંગના ડૂપ્લિકેટ મોબાઇલનો વેપલો, પોલીસના આંખ આડા કાન!
અમદાવાદ: અમદાવાદમાં એપલ અને સેમસંગ જેવા બ્રાન્ડેડ કંપનીના ડૂપ્લિકેટ મોબાઇલનું ગેરકાયદેસર રીતે ધૂમ વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી સામે આવી રહી છે. તેથી અમદાવાદમાંથી તમે મોંઘો મોબાઇલ ખરીદો છો તો એક વખત એક્સપર્ટ પાસે જરૂરથી ચેક કરાવી લેવો હિતાવહ રહેશે. જોકે, અમે તમને જણાવી દઇશું કે, તમારે ક્યાં વિચારમાંથી મોબાઇલ ખરીદવો અને ક્યાંથી મોબાઇલ ન ખરીદવો.
Advertisement
Advertisement
અમદાવાદ પોલીસે થોડા દિવસ અગાઉ જ અમદાવાદમાં આવેલા મૂર્તિમંત કોમ્પેલેક્સમાં એક વેપારીને ત્યાં દરોડા પાડીને લાખો રૂપિયાનો મુદ્દા-માલ જપ્ત કર્યો હતો. આ દરોડા દરમિયાન એપલ અને સેમસંગના ડૂપ્લિકેટ મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા. વેપારી દ્વારા સામાન્ય લોકોને ઓરિજનલ મોબાઇલ કહીને ડૂપ્લિકેટ મોબાઇલ પધરાવવામાં આવી રહ્યાં હતા. આ મોબાઇલ ઓરિજનલ છે કે ડૂપ્લિકેટ તે સામાન્ય વ્યક્તિ માટે પારખવો ખુબ જ અઘરૂ કામ છે. ટેકનોલોજીનો એક્સપર્ટ વ્યક્તિ જ આ ડૂપ્લિકેટ મોબાઇલને પારખી શકે તેવા હોય છે.
મૂર્તિમંત કોમ્પલેક્સ ચાઇના માર્કેટ તરીકે પણ ઓળખાય છે. જે વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, તે વેપારીનું નામ જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ રશિયન હોવાનું સામે આવ્યું હતું. હવે તમે વિચારતા હશો કે ડૂપ્લિકેટ મોબાઇલ વેચતા વ્યાપારીને તો પોલીસે પકડી પાડ્યો છે, તો સમસ્યા ખત્મ થઇ ગઇ હશે. પરંતુ તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી જનતા સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા જીતુ રશિયને ગણતરીની મીનિટોમાં જ છોડી દીધો હતો.
આ સમાચાર વાંચીને તમારે ચોંકવાની જરૂરત નથી, કેમ કે આપણે પહેલા પણ ઘણી વખત જોક્સ સાભળી ચૂક્યા છીએ કે, ભારતમાં 100 નંબર ડાયલ કરો તો પોલીસ આવી જાય છે અને 100 રૂપિયા આપો તો પોલીસ જતી પણ રહે છે. તેથી કદાચ આ કિસ્સામાં એવું કઇ કથિત રીતે બન્યું હોય તો કંઇ કહી શકાય નહીં. કેમ કે સામાન્ય રીતે આવી રીતના કોપી રાઇટના કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને તે પછી જ તેમને જામીન આપવામાં આવે છે.
ખેર, જનતાને લૂટનારો આરોપી રશિયન 10 મીનિટમાં છૂટી ગયો… , પરંતુ હવે તમારે મોબાઇલ ખરીદતા પહેલા સાવધાન રહેવાની જરૂરત ઉભી થઇ છે. તમે અમદાવાદમાં છો અને તમારે સેમસંગ કે એપલનો મોંઘો મોબાઇલ ખરીદવો છે, તો તમારે જે-તે બ્રાન્ડના શો રૂમમાંથી જ મોબાઇલ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. થોડા ડિસ્કાઉન્ટના ચક્કરમાં આવીને ઓલ્ડ અમદાવાદ કે મૂર્તિમંતમાંથી મોબાઇલ ખરીદવો નુકશાનનો સોદો થઇ શકે છે.
અમદાવાદમાંથી કોઈપણ મોબાઈલ ખરીદવા માટે તમારે તે કંપનીના આધિકારિક શો રૂમમાં જવાનું જ પસંદ કરવું જોઈએ. મળતી માહિતી અનુસાર, ચાઇના માર્કેટમાં એપલ-સેમસંગ ઉપરાંત વીવો-ઓપ્પો, એમઆઇ-વનપ્લસ વગેરે જેવા બ્રાન્ડના પણ ડૂપ્લિકેટ મોબાઇલ અને તેની એસેસરીઝ વેચવામાં આવે છે.
મહત્વપૂર્ણ બાબત તે છે કે, પોલીસના હાથે ઝડપાયેલો વેપારી પાછલા દસ વર્ષથી પણ વધારે સમયથી મોબાઇલ વેચવાનું કામ કરી રહ્યો છે. પોલીસે રંગે હાથે પકડ્યો હોવા છતાં 10 મીનિટમાં છૂટીને ફરીથી પોતાના ધંધાને ધમધોકાર રીતે ચલાવવા લાગ્યો છે. તેથી તમારે મોબાઇલ ખરીદવા બાબતે સાવધાન રહેવું જરૂરી છે.
Advertisement