વોશિંગ્ટન: વ્હાઈટ હાઉસે કોવિડ-19 દરમિયાન રસીના સપ્લાયમાં ભારતની મહત્વની ભૂમિકાને સ્વીકારતા કહ્યું છે કે ભારત સમગ્ર વિશ્વ માટે રસીનો મહત્વપૂર્ણ ઉત્પાદક છે. કોરોના વાયરસ રિસ્પોન્સ કોઓર્ડિનેટર ડૉ. આશિષ ઝાએ મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત તેની અદ્ભુત ઉત્પાદન ક્ષમતાને કારણે રસીઓનો મોટો નિકાસકાર દેશ રહ્યો છે. એક પ્રશ્નના જવાબમાં ઝાએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસની ક્વાડ ભાગીદારીમાં વ્યૂહાત્મક સુરક્ષા સંવાદમાં બિડેન વહીવટીતંત્ર માટે કોરોનાવાયરસ મુખ્ય વિષય હતો.
Advertisement
Advertisement
ડૉ. આશિષે કહ્યું કે મને લાગે છે કે ભારત માત્ર પોતાના માટે જ નહીં, વિશ્વ માટે રસી બનાવનાર એક મહત્વપૂર્ણ ઉત્પાદક છે. વિશ્વને રસી સપ્લાય કરવાના બાઇડેન વહીવટીતંત્રના નિર્ણયનો બચાવ કરતાં આશિષ ઝાએ કહ્યું કે યુએસ તમામ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને રસી આપવાનું ચાલુ રાખશે.
લગભગ 100 દેશો COVAX દ્વારા મફત રસી મેળવવા માટે પાત્ર છે. અમેરિકામાં આવનારા કોરોનાના તમામ પ્રકારો બહારના દેશમાંથી આવ્યા છે. એક સામાન્ય માન્યતા છે કે આપણે અન્ય દેશો માટે આપણા દરવાજા બંધ કરવા જોઈએ, પરંતુ આ ખૂબ જ સંકુચિત વિચાર છે. સૌથી મહત્વની બાબત એ છે કે રસીકરણ તમામ દેશોમાં થવું જોઈએ. અમેરિકા વિશ્વ સાથે ઊંડું જોડાયેલું છે. આશિષ ઝાએ દાવો કર્યો હતો કે બાઇડેને અગાઉના અમેરિકી રાષ્ટ્રપતિઓ કરતાં વૈશ્વિક સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ જ અલગ કામ કર્યું છે. 4.02 બિલિયન યુરોની મદદ અમેરિકા અને વિશ્વની સુરક્ષા માટે માત્ર એક નાનું રોકાણ છે.
Advertisement