નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને આ જાણકારી આપી હતી. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જોકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.
Advertisement
Advertisement
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે સ્વતંત્ર, નિષ્પક્ષ ચૂંટણી માટે કટિબદ્ધ છીએ. નવા મતદારોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 80 વર્ષની ઉપરના વૃદ્ધને ખાસ સુવિધા આપવામાં આવશે. 80 વર્ષથી ઉપરના 1.82 લાખ વોટર છે. વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશના 12 જિલ્લાની તમામ 68 બેઠક પર એક જ તબક્કામાં 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ અનુસાર, ચૂંટણી પંચનું નોટિફિકેશન 17 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે, બીજી તરફ નોમિનેશન દાખલ કરવાની અંતિમ તારીખ 25 ઓક્ટોબરે યોજાશે. ઉમેદવાર 29 ઓક્ટોબર સુધી પોતાનું નોમિનેશન પરત લઇ શકશે.
હિમાચલ પ્રદેશની 68 બેઠકો
હિમાચલ પ્રદેશમાં જનરલની 48, એસસીની 17 અને એસટીની 03 બેઠક છે.
Advertisement