નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને બુધવારે જાહેરાત કરી છે કે વર્ષ 2026માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીનો સમાવેશ કરવામાં આવશે નહીં.
Advertisement
Advertisement
સોશિયલ મીડિયા પર આ સમાચારને લઈને ભારતીય કુસ્તી ખેલાડીઓ અને ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. કારણ કે ભારતીય કુસ્તી ખેલાડીઓએ છેલ્લી ચાર કોમનવેલ્થ ગેમ્સમાં 26 ગોલ્ડ, 15 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
અગાઉ આ ગેમ્સમાં શૂટિંગ પણ આઉટ થવાની આશંકા હતી. પરંતુ અંતિમ યાદીમાં કુસ્તી અને જુડોને બાકાત રાખવામાં આવ્યા છે અને શૂટિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
તે ઉપરાંત આ વર્ષની ગેમ્સમાં કોસ્ટલ રોઈંગ, સાયકલિંગ (BMX) અને ગોલ્ફ રજૂ કરવામાં આવશે.
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કહ્યું છે કે ભારતીય કુસ્તી માટે આ સારા સમાચાર નથી.
તેણે કહ્યું, “ભારતીય કુસ્તી માટે આ સારા સમાચાર નથી. પરંતુ આપણે શું કરી શકીએ. જો આમાં સરકારના હસ્તક્ષેપની જરૂર હોય તો તે યોગ્ય છે. અમે પસંદગીની રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરીએ છીએ. જો તમે કુસ્તીને બહાર કરશો તો અમારી પાસે શું બાકી રહેશે?”
Advertisement