મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જીવને ખતરો હોવાની સૂચના મળ્યા બાદ તેમની સિક્યુરિટી વધારવામાં આવી છે. રાજ્યના જાસુસી વિભાગ (SID)ને સીએમ શિંદેને જીવનો ખતરો હોવાની વિશેષ જાણકારી મળી હતી.
Advertisement
Advertisement
એજન્સી અનુસાર, રાજ્યના જાસુસી કમિશનર આશુતોષ ડુમ્બ્રેએ એકનાથ શિંદેના જીવને ખતરાની સૂચનાની પૃષ્ટી કરી છે, તેમણે કહ્યુ કે મુખ્યમંત્રીને વધારાની સુરક્ષા પુરી પાડવામાં આવી છે, તેમણે ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા મળી છે પરંતુ અમને જે ઇનપુટ મળ્યા છે તે બાદ અમે જરૂરી કાર્યવાહી કરી છે અને મુખ્યમંત્રીની સુરક્ષા વધારી દીધી છે, તેમણે કહ્યુ કે થાણેમાં શિંદેના ઘર અને મુંબઇમાં આવેલા ઘર વર્ષાની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
શિંદે 5 ઓક્ટોબરે મુંબઇના MMRDA મેદાનમાં પોતાની પ્રથમ દશેરા રેલીને સંબોધિત કરવાના છે. શિંદે આ વર્ષે જૂનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા.
એજન્સી અનુસાર, ગત વર્ષે ઓક્ટોબરમાં પણ શિંદેને એક ધમકી ભરેલો પત્ર મળ્યો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે નક્સલીઓએ તેમણે આ પત્ર મોકલ્યો હતો, જ્યારે તે શહેરી વિકાસ મંત્રી હતા અને નક્સલવાદ પ્રભાવિત ગઢચિરૌલી જિલ્લાના સંરક્ષક મંત્રી પણ હતા.
આ વર્ષે શિવસેનાના કેટલાક બળવાખોર ધારાસભ્યોના વિદ્રોહ બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર પડી ગઇ હતી.
Advertisement