પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાએ ફરી એકવાર બે બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ વાતની પુષ્ટિ કરતા દક્ષિણ કોરિયાના અધિકારીઓએ કહ્યું કે મિસાઈલો જાપાનના સમુદ્ર તરફ ગઈ હતી.
Advertisement
Advertisement
જાપાનના વિદેશ મંત્રાલયે પણ મિસાઇલો છોડવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે.
જાપાનીઝ કોસ્ટ ગાર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિસાઈલો જાપાનના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (EEZ)ની બહાર પડી હતી અને તેમના કોઈપણ જહાજને નુકસાન થયું નથી.
દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના હવાલાથી જણાવ્યું કે, પ્યોંગયાંગના સુનાન વિસ્તારમાંથી શનિવારે સવારે 6:45 અને 7:03 કલાકે મિસાઈલો છોડવામાં આવી હતી.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની દક્ષિણ કોરિયાની મુલાકાત પૂરી થયા બાદ જ ઉત્તર કોરિયાએ ગુરુવારે મિસાઈલ છોડી હતી.
ઉત્તર કોરિયાએ આ વર્ષે મિસાઈલ પ્રક્ષેપણની સંખ્યામાં વધારો કર્યો છે. ઉત્તર કોરિયાએ 2017માં પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણ કર્યું હતું.
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તર કોરિયા આગામી કેટલાક અઠવાડિયામાં પરમાણુ હથિયારોનું પરીક્ષણ પણ કરશે.
ઉત્તર કોરિયાએ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 20 બેલેસ્ટિક મિસાઈલ અને બે ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. છેલ્લા એક સપ્તાહમાં આ ચોથું પરીક્ષણ હતું જેમાં કુલ છ મિસાઈલ છોડવામાં આવી છે.
Advertisement