ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ધરાવતી આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધતા કહ્યુ કે જે લોકો સપના વેચે છે, તે ગુજરાતમાં ક્યારેય નહી જીતે. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ડિઝિટલ રીતે એક કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યુ કે સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) બે તૃતિયાંશ બહુમત સાથે ફરી એક વખત સરકાર બનાવશે.
Advertisement
Advertisement
અમિત શાહે ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદ પર એક વર્ષ પૂર્ણ થવાની સિદ્ધિમાં ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ, ‘સપના વેચનારાઓને ગુજરાતમાં ક્યારેય ચૂંટણી સફળતા નહી મળે. હું ગુજરાતના લોકોને જાણુ છુ. સપના વેચનારાઓને ગુજરાતમાં ક્યારેય સફળતા નથી મળી શકતી, કારણ કે જનતા તેમનું જ સમર્થન કરે છે જે કામ કરવામાં વિશ્વાસ રાખે છે, માટે લોકો ભાજપની સાથે છે. ભાજપ શાનદાર જીત મેળવશે.’
ગુજરાતની જનતા ભાજપ સાથે: અમિત શાહ
અમિત શાહે કહ્યુ, ‘હું ભૂપેન્દ્ર ભાઇને કહેવા માંગુ છું કે ગુજરાતની જનતા ભાજપની સાથે છે. હું સ્પષ્ટ રીતે જોઇ શકુ છુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમારા નેતૃત્વમાં ભાજપ આગામી ચૂંટણીમાં ફરી એક વખત બે-તૃતિયાંશ બહુમત સાથે સરકાર બનાવશે.’
Advertisement