ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર વધાર્યો છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મોટો દાવો કર્યો છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થયુ છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ડિઝિટલ માધ્યમથી સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં ફરી એક વખત ભાજપની સરકાર બનશે.
Advertisement
Advertisement
ગૃહ મંત્રી અમિત શાહે પોતાના નિવેદનમાં સંકેત આપ્યો કે આગામી ચૂંટણી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડાશે, તેમણે કહ્યુ કે શરૂઆતમાં ભૂપેન્દ્ર ભાઇ વિરૂદ્ધ કેટલાક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કારણ કે તે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા અને તેમની પાસે કોઇ અનુભવ નહતો પરંતુ તેમણે વગર કઇ કહ્યે કામ કર્યુ છે. તે કાર્યકર્તા અને સંગઠનને સાથે લઇને પોતાનું કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર એક વર્ષમાં મોટી ઉંચાઇ મેળવી છે.
આ સિવાય અમિત શાહે આગળ કહ્યુ કે ગુજરાતે મૂડી રોકાણનો વર્લ્ડ રેકોર્ડ જાળવી રાખ્યો છે. વેદાંત ફોક્સકોન ગ્રૂપ સાથેના આજના એમઓયુ ખરેખર એક મહાન સિદ્ધિ છે. ગુજરાત સરકારે કડકાઈથી કામ કરીને નાર્કોટિક્સ સામે સૌથી વધુ કેસ દાખલ કર્યા છે. ગુજરાતમાં નક્કર વિકાસ કાર્યો થયા છે. તેથી ભાજપ 2022ની ચૂંટણીમાં ફરીથી જીતશે અને 2/3 બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશે.
Advertisement