ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે કેનેડાના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા. તે પછી, બંને દેશો વચ્ચેના બગડતા સંબંધોને કારણે, ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. હવે ભારત સરકારે કેનેડા સામે વધુ એક મોટી કાર્યવાહી કરી છે.
Advertisement
Advertisement
કેનેડાને ભારતનો પડકાર
ભારત સરકારે ખાલિસ્તાન વિવાદ પર કેનેડાને ખુલ્લો પડકાર આપ્યો છે. કેનેડાને દેશમાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવી લેવા માટે કહેવામાં આવ્યું છે. ભારત સરકારે કેનેડાને તેના 40 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવી લેવા કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડાના 62 રાજદ્વારીઓ ભારતમાં હાજર છે અને નવી દિલ્હીએ તેમને આ સંખ્યા ઘટાડીને 41 કરવા કહ્યું છે.
ભારત અને કેનેડા વચ્ચે વિવાદ કેવી રીતે વધ્યો?
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની જૂનમાં હત્યા કરી દેવામાં આવી હતી. ગયા મહિને કેનેડાની સંસદમાં પીએમ ટ્રુડોએ દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમણે ત્યાંની સંસદમાં કહ્યું કે અમને પુરાવા મળ્યા છે કે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. જે બાદ ભારતે કેનેડા પાસે પુરાવા માંગ્યા હતા, પરંતુ કેનેડાએ હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી તેના કારણે કેનેડાની ચારે તરફ ટીકા થઈ રહી છે. પરંતુ કેનેડાના પીએમના આ નિવેદનને કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
યુએનમાં કેનેડાના પીએમએ શું કહ્યું ?
ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ટ્રુડોએ કહ્યું કે હું ભારત સરકારને અમારી સાથે મળીને કામ કરવા, આ આરોપોને ગંભીરતાથી લેવા અને ન્યાય થવા દેવાનું આહ્વાન કરું છું. આ ઉપરાંત, તેમણે કહ્યું કે કાયદાના શાસનવાળા દેશમાંઆવી પ્રક્રિયાઓ સખત અને સ્વતંત્ર રીતે થાય તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે અને અમે તે જ કરી રહ્યા છીએ. અમે આંતરરાષ્ટ્રીય આધાર પરની સિસ્ટમ માટે ઊભા છીએ.
Advertisement