Rરાજસ્થાનમાં મિડ-ડે મીલ કૌભાંડમાં સંડોવાયેલા લોકો પર EDએ પોતાની પકડ વધુ કડક બનાવી છે. આ કેસમાં આજે ઈડીએ રાજસ્થાન સરકારના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના દસ સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે. મિડ-ડે મીલ કૌભાંડને લઈને ઈડીએ આ કાર્યવાહી કરી છે. આ સંબંધમાં ઈડીએ ગૃહ રાજ્યમંત્રી યાદવના જયપુર, કોટપુતલી, બહરોડ અને વિરાટનગર સહિત 10 સ્થળો પર દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કૌભાંડ સાથે જોડાયેલા દસ્તાવેજોની ઈડી તપાસ કરી રહી છે. ઈડીની કાર્યવાહીથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
Advertisement
Advertisement
મિડ-ડે મીલ કૌભાંડ સામે ઈડીની કાર્યવાહી
દરોડા માટે ઈડીની ટીમ સવારે રાજસ્થાન પહોંચી હતી. આ પછી, કોટપુતલી સહિત ગૃહ રાજ્યમંત્રી યાદવના અન્ય સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસમાં એક વર્ષ પહેલા આવકવેરા વિભાગની ટીમે રાજસ્થાનમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. ત્યારે ગૃહ રાજ્યમંત્રીની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. હવે ઈડીએ આ મામલે તેનો ગાળિયો મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે.
ઈડીની સ્પષ્ટતા
દરમિયાન, ઈડીએ સ્પષ્ટતા કરી હતી કે આ કૌભાંડના કેસમાં રાજસ્થાન સરકારના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ સંડોવાયેલા નથી. તેમના બિઝનેસમેન પુત્રો ત્રિભુવન અને મધુર આ કેસમાં સડોવાયેલા છે.
આવકવેરા વિભાગે આખા વર્ષ દરમિયાન દરોડા પાડ્યા
ઈડી અનુસાર, મધ્યાહન ભોજન કૌભાંડમાં, બાળકો માટે પૌષ્ટિક આહાર નિર્ધારિત દર કરતાં ઘણી વધુ કિંમતે ખરીદવામાં આવ્યો હતો. તેમાં ગૃહમંત્રી રાજેન્દ્ર યાદવની કંપનીઓ સામેલ હતી. ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવ સાથે સંકળાયેલો હોવાથી આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો, ત્યારે પણ તેને લઈને ઘણી રાજનીતિ થઈ હતી. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઈડીની આ કાર્યવાહીથી ફરી એકવાર રાજકારણ ગરમાય તેવી શક્યતા છે.
રાજ્યમાં રાજકીય પારો ગરમ
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારના મંત્રીઓના ઘર પર દરોડાની ઘટનાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ્યારે પણ રાજસ્થાનમાં ઈડીએ કાર્યવાહી કરી છે ત્યારે કોંગ્રેસ સરકારના મંત્રીઓ અને સીએમ અશોક ગેહલોત સહિત પાર્ટીના હોદ્દેદારોએ કેન્દ્ર સરકાર પર ઈડીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સીએમ ગેહલોતે અનેક ફોરમમાં કેન્દ્ર સરકાર પર ઈડીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઈડી મિડ-ડે મીલ કૌભાંડ સાથે જોડાયેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
Advertisement