ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનને પૂછપરછ માટે બે દિવસની પોલીસ કસ્ટડીની માંગણી પર નૂંહ જિલ્લા અદાલતમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે ગુરુવારે મોડી રાત્રે રાજસ્થાનથી મમ્મન ખાનની ધરપકડ કરી હતી. આજે એટલે કે શુક્રવારે, તેમને નૂંહ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે તેમને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. કોર્ટમાં હાજર થવાના સમયે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.
Advertisement
Advertisement
આ અગાઉ હરિયાણા પોલીસે નૂંહ હિંસાનું કાવતરું ઘડવાના આરોપમાં ગુરુવારે મોડી રાત્રે રાજસ્થાનના ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરી હતી. એડીજીપી મમતા સિંહે કહ્યું કે હરિયાણાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની નૂંહ હિંસા કેસમાં રાજ્ય પોલીસે ધરપકડ કરી છે. હરિયાણા સરકારે નૂંહ જિલ્લામાં આજે સવારે 10 વાગ્યાથી 16 સપ્ટેમ્બરની મધરાત 12 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. નૂંહના એસપીએ જણાવ્યું હતું કે નૂંહમાં કલમ 144 સીઆરપીસી લાગુ કરી દેવામાં આવી છે.
અહેવાલો અનુસાર, મમ્મન ખાનને નૂંહ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેને લીધે કોર્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. હરિયાણા સરકારે ગુરુવારે જ હાઈકોર્ટને જણાવ્યું હતું કે 31 જુલાઈના રોજ નૂંહમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા સંબંધમાં નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. મમ્મન ખાન વિરુદ્ધ પોલીસ પાસે પૂરતા પુરાવા છે.
કોંગ્રેસના ધારાસભ્ય ખાનને પુરાવાના મૂલ્યાંકન બાદ જ આરોપી બનાવવામાં આવ્યા છે. ગુરુવારે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં મમ્મન ખાનની અરજી પર સુનાવણી ચાલી રહી હતી ત્યારે રાજ્ય સરકારના વકીલે આ ખુલાસો કર્યો હતો. મમ્મન ખાને હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેની સામે કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહીથી રાહત મેળવવા માંગ કરી હતી.
દરમિયાન, નૂંહના ડીસી ધીરેન્દ્ર ખરગટાએ જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ પણ અપાયા છે. લોકોને શુક્રવારની નમાજ ઘરે જ અદા કરવાની અપીલ કરી છે. જેમ જેમ પરિસ્થિતિ સામાન્ય થશે, તેમ અમે સામાન્ય તરફ જવાનું શરૂ કરીશું.
अप्रिय घटना ना हो इसलिए हमने धारा 144 लागू की है। हमने इंटरनेट भी बंद करने के आदेश दिए हैं। हमने लोगों से अपील की है कि वे जुमा की नमाज़ घर में करें। जैसे स्थिति सामान्य होगी हम सामान्य स्थिति की ओर आने लगेंगे: धीरेंद्र खड़गता, DC, नूंह pic.twitter.com/IkmfOVQqnJ
— ANI_HindiNews (@AHindinews) September 15, 2023
નૂંહના એસપી નરેન્દ્ર બિજારનિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 60 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 330 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 11 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા હિંસા ભડકાવવા બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલીક યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો છે. જેનું કનેક્શન સરહદ પાર (પાકિસ્તાન) સાથે પણ છે. તેમનું કામ કોઈપણ અનિચ્છનિય ઘટનામાં હિંસા ભડકાવવાનું છે.
Advertisement