છેલ્લાં બે મહિનાની બજારની વધઘટ પછી, નિફ્ટીએ સોમવારે પ્રથમ વખત 20,000નો આંકડો પાર કર્યો હતો. જોકે, આજના કારોબારી દિવસના અંતે 50 શૅરનો ઇન્ડેક્સ નિફ્ટી તે સપાટીથી ઘટીને બંધ રહ્યો હતો. જોકે, એકંદરે 176 પૉઇન્ટના વધારા સાથે 19996.35ના સ્તરે બંધ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન મુંબઈ શેરબજારનો સેન્સેક્સ પણ 528 પોઈન્ટ ઉછળીને 67,127.08 ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો પ્રથમ વખત આ ઉચ્ચ સ્તરે બંધ થયા છે.
Advertisement
Advertisement
નિફ્ટીએ સોમવારે ટ્રેડિંગ દરમિયાન પ્રથમ વખત 20,000નો આંકડો વટાવ્યો હતો અને 20,008.15 પોઈન્ટની નવી વિક્રમી ટોચે પહોંચી હતી. નિફ્ટીનો અગાઉનો ઓલ ટાઈમ હાઈ 19,991.85 હતો. આ વર્ષે 20 જુલાઈએ નિફ્ટી ઈન્ડેક્સ તે સપાટીએ પહોંચ્યો હતો. આમ, 36 સેશન બાદ નિફ્ટી ફરી એકવાર નવી ઊંચાઈએ પહોંચ્યો છે. નિફ્ટીને 19,000 થી 20,000ના આંકડાને સ્પર્શવા માટે કુલ 52 ટ્રેન્ડીંગ સેશન લાગ્યા હતા.
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજારને PSU બેન્કિંગ, ઓટો અને મેટલ સેક્ટરના શેર્સથી સપોર્ટ મળ્યો હતો. નિફ્ટીમાં અદાણી ગ્રુપના શેર્સ ટોપ ગેનર રહ્યા હતા. જ્યારે કોલ ઈન્ડિયા 1.25 ટકા નબળો પડીને ટોપ લૂઝર રહ્યો હતો. આ અગાઉ શુક્રવારે સતત છઠ્ઠા દિવસે સેન્સેક્સ 333 પોઈન્ટ વધીને 66,598 પર બંધ થયો હતો.
મજબૂત સ્થાનિક વ્યાપક આર્થિક આંકડા, ઓગસ્ટમાં રાહત અને ઘરેલૂ સંસ્થાગત ઈન્વેસ્ટર્સની મજબૂત ખરીદીને કારણે પાછલા સપ્તાહની સરખામણીએ નિફ્ટી 50 અને બીએસઈ સેન્સેક્સમાં 2 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ વર્ષે 20 જુલાઈના રોજ સેન્સેક્સ તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી 67619.17 પોઈન્ટ પર પહોંચ્યો હતો અને હાલમાં તે આ સપાટીથી 492 પોઈન્ટ નીચે છે.
Advertisement