રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની ટીમે ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લાઓમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી નક્સલી કનેક્શન અને ટેરર ફંડિંગની તપાસના મામલે કરવામાં આવી હોવાનું મનાય છે. સીપીઆઈ (માઓવાદી) કેસના સંદર્ભમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, વારાણસી, ચંદૌલી, આઝમગઢ અને દેવરિયા જિલ્લાના આઠ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. NIAની અનેક ટીમો વહેલી સવારથી આ કાર્યવાહીમાં લાગેલી છે. આ ઉપરાંત કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
NIA દ્વારા આઝમગઢ, દેવરિયા, વારાણસી, પ્રયાગરાજ અને ચંદૌલીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશમાં નક્સલવાદી પ્રવૃત્તિઓ સંબંધિત એક કેસમાં વધુ તપાસ માટે તપાસ એજન્સી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મંગળવારે સવારે વારાણસીના મહામાનપુરી કોલોનીમાં એક ઘરમાં દરોડા પાડ્યા હતા. NIAની ટીમ ઘરમાં હાજર વિદ્યાર્થી સંગઠનની બે યુવતીઓની પૂછપરછ કરી રહી છે. જે ઘરમાં પૂછપરછ ચાલી રહી છે તે સમગ્ર વિસ્તારને હાલ સીલ કરી દેવામાં આવ્યો છે. તે તરફ તમામની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
NIAની ટીમે મંગળવારે સવારે દેવરિયા શહેરના ઉમાનગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જનવાદી ક્રાંતિ દળના રાષ્ટ્રીય મહાસચિવ ડો.રામનાથ ચૌહાણના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. તેઓ ઘોષીની પેટાચૂંટણીમાં સપા માટે પ્રચાર કરી રહ્યા હતા. એજન્સી ઘરની અંદર પરિવારના ઘણાં સભ્યોની પૂછપરછ કરી રહી છે. રામનાથ અગાઉ બીએસપી સાથે પણ જોડાયેલા છે.
આ ઉપરાંત, NIA અન્ય કેટલીક જગ્યાઓ પર પણ નજર રાખી રહી છે. તપાસ એજન્સી દ્વારા આ કાર્યવાહી નક્સલી પ્રવૃત્તિઓઓ સાથે જોડાયેલા કેસની વધુ તપાસ માટે કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે CPI(માઓવાદી) કેસના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, વારાણસી, ચંદૌલી, આઝમગઢ અને દેવરિયા જિલ્લામાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે
Advertisement