રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના એક ગામમાં મણિપુર જેવી ચોંકાવનારી ઘટના બની છે. ત્યાં એક ગર્ભવતી આદિવાસી મહિલાની કથિત રીતે નિર્વસ્ત્ર પરેડ કરાવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. એટલું જ નહીં, આ ઘટના અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગઈકાલે રાત્રે જ પ્રતાપગઢના પોલીસ મહાનિદેશકને ઘટનાસ્થળે જવાનો આદેશ આપ્યો હતો.
Advertisement
Advertisement
મહિલાને તેના પૂર્વ પતિ અને સાસરિયાઓએ પરેડ કરાવી
ધારિયાવાડ પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે 21 વર્ષની સગર્ભા મહિલાને તેના પૂર્વ પતિ અને સાસરીયાએ નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી હતી. આ સાથે પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં મહિલાના પૂર્વ પતિ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ મહાનિદેશક ઉમેશ મિશ્રાએ ગઈકાલે રાત્રે કહ્યું કે રાજ્ય સરકારે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે અને એડીજીને પ્રતાપગઢ મોકલવામાં આવ્યા છે.
આરોપીઓને કડક સજા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશેઃ સીએમ ગેહલોત
આ ઘટનામાં આરોપીઓને પકડવા માટે છ ટીમો બનાવવામાં આવી છે. પ્રતાપગઢના પોલીસ અધિક્ષક અમિતકુમાર ગામમાં પહોંચીને લોકોની પૂછપરછ કરી રહ્યા છે મુખ્યમંત્રી ગેહલોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે પ્રતાપગઢ જિલ્લામાં પિયર અને સાસરિયાઓ વચ્ચેના પારિવારિક વિવાદમાં એક મહિલાને સાસરિયાઓ દ્વારા નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો છે પોલીસ મહાનિદેશકને એડીજી ક્રાઈમને ઘટના સ્થળે મોકલવા અને આ મામલે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સંસ્કારી સમાજમાં આવા ગુનેગારોને કોઈ સ્થાન નથી. આ ગુનેગારોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને સજા કરવામાં આવશે.
બીજી બાજુ, આ શરમજનક ઘટના માટે ગેહલોત સરકારની ટીકા કરતાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે એ કહ્યું કે એક મહિલાનો લોકોની સામે નિર્વાસ્ત્ર પરેડ કરાવવાનો વીડિયો સામે આવ્યો છે. પરંતુ, પ્રશાસનને તેની જાણ નથી. આ ઘટનાએ રાજસ્થાનને શરમમાં મૂકી દીધું છે.
Advertisement