છડી મુબારકની પૂજા સાથે શ્રી અમરનાથ વાર્ષિક યાત્રાનું સમાપન થઈ ગયું છે. આ વખતે લગભગ સાડા ચાર લાખ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. અમરનાથ યાત્રાની છડી ગુરુવારે વહેલી સવારે પવિત્ર ગુફામાં પહોંચી હતી. સૂર્યોદય પહેલા છડી મુબારકને પવિત્ર મંદિરે લઈ જવામાં આવી હતી. પવિત્ર ગુફામાં ભગવાન શિવની પૂજા-અર્ચના સાથે જ આ વર્ષની તીર્થયાત્રા પણ સંપન્ન થઈ હતી.
Advertisement
Advertisement
છડી મુબારક બુધવારે શેષનાગથી પંજતરણી માટે રવાના થઈ હતી. ગુરુવારે પંજતરણીથી છડી મુબારક પવિત્ર ગુફાએ પહોંચી હતી અને પૂજા – અર્ચના અને દર્શન સાથે જ બાબા અમરનાથની 62 દિવસની યાત્રા પૂર્ણ થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે, તીર્થયાત્રીઓની છેલ્લી ટુકડી 23 ઓગસ્ટે પવિત્ર ગુફા જવા માટે રવાના થઈ હતી. તેમણે કહ્યું કે, યાત્રાની શરૂઆત સાથે જ તીર્થયાત્રિઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 2022માં લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. જ્યારે, આ વર્ષે 4.42 લાખ ભક્તોએ ભોલેનાથના દર્શન કર્યા હતા.
જમ્મુ – કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરના બડશાહ ચોક વિસ્તારમાં સ્થિત દશનામી અખાડામાંથી સંરક્ષક મહંત દીપેન્દ્ર ગિરીના નેતૃત્વમાં શનિવારે સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રીનગરથી પહેલગામની પવિત્ર છડી મુબારકને રવાના કરાવવામાં આવી હતી. આ છડી મુબારક 1 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે શેષનાગ અને ચંદનવાડી થઈને પહેલગામમાં રાત્રિરોકાણ કરશે. 2 સપ્ટેમ્બરે લિડર નદીના કિનારે પૂજા અને વિસર્જન પછી મહાત્માઓ માટે ભોજન સમારંભ સાથે આ વર્ષની પવિત્ર યાત્રા પૂર્ણ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમરનાથ યાત્રાના યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને NDRFએ પવિત્ર ગુફાની ટોચ પર જવા માટે નિયમિત ફ્લાઈટ્સ અને આપત્તિ નિવારણ માટે ડોગ સ્ક્વોડ તૈનાત કરવાની સાથે સુરક્ષા વ્યવસ્થા કરી હતી. યાત્રાની સલામતી સુનિશ્ચિત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ડઝન ટીમોને 1 જુલાઈથી તૈનાત કરવામાં આવી હતી.
Advertisement