મિશન ચંદ્રયાન – 3ના સફળ લેન્ડિંગ બાદ પીએમ મોદીએ લેન્ડિંગ સ્થળનું નામ શિવશક્તિ પોઈન્ટ રાખતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો અને રાજકારણ ગરમાઈ ગયું હતું, પરંતુ, આ દરમિયાન હવે સ્વામી ચક્રપાણિ મહારાજે એક વિચિત્ર નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ચંદ્ર પર બીજું કોઈ દાવો કરે તે પહેલાં જ ચંદ્રમાને હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવું જોઈએ.
Advertisement
Advertisement
સંસદ દ્વારા હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ
ઈસરોના મિશન ચંદ્રયાન – 3 એ સફળતાપૂર્વક ઉતરાણ કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે. ચંદ્રયાન 3ની આ સફળતા માટે પીએમ મોદીને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. પીએમ મોદીએ પણ ચંદ્રયાન 3ની સફળતાને ઐતિહાસિક ગણાવી હતી. આ સાથે, ઈસરોના વૈજ્ઞાનિકો સાથે વાત કરતા તેમણે મૂન લેન્ડર જે જગ્યાએ ઉતર્યું તે સ્થળનું નામ શિવશક્તિ પોઈન્ટ રાખવાની પણ જાહેરાત કરી છે. હવે સ્વામી ચક્રપાણિ મહારાજે એક વિચિત્ર નિવેદન આપતાં કહ્યું કે ચંદ્રને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ.
देवी अनुसूया के पुत्र चंद्र यानी चंद्रमा पर पहला अधिकार हिंदू सनातन धर्मियों का है इसलिए चंद्रमा को हिंदू राष्ट्र घोषित हेतु एवं पाकिस्तान या तो आतंकवाद छोड़ें या तो अपने ध्वज से हमारे चंद्रमा देवता की प्रतीक को हटाए अन्यथा संयुक्त राष्ट्र संघ में करेंगे मानहानि केस… pic.twitter.com/xxSV7AcOv5
— Swami Chakrapani Maharaj (@SwamyChakrapani) August 28, 2023
સ્વામી ચક્રપાણિ મહારાજે ટ્વીટ કર્યું
संसद से चांद को हिंदू सनातन राष्ट्र के रूप में घोषित किया जाए,चंद्रयान 3 के उतरने के स्थान "शिव शक्ति पॉइंट" को उसकी राजधानी के रूप में विकसित हो ,ताकि कोई आतंकी जिहादी मानसिकता का वहा न पहुंच पाए ???स्वामी चक्रपाणि महाराज, राष्ट्रीय अध्यक्ष, अखिल भारत हिंदू महासभा/ संत महासभा pic.twitter.com/HPbifYFZzX
— Swami Chakrapani Maharaj (@SwamyChakrapani) August 27, 2023
આ બધાની વચ્ચે, ચંદ્રયાન 3 ની સફળતા પછી, અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ, સ્વામી ચક્રપાણિ મહારાજે એક વીડિયો જાહેર કરતાં સંસદને ચંદ્રને હિન્દુ સનાતન રાષ્ટ્ર તરીકે જાહેર કરવા જણાવ્યું હતું. ચંદ્રયાન 3 ની લેન્ડિંગ સાઇટ “શિવ શક્તિ”ને તેની રાજધાની તરીકે વિકસાવવી જોઈએ, જેથી જેહાદી માનસિકતા ધરાવતો કોઈ આતંકવાદી ત્યાં પહોંચી ન શકે.
પાકિસ્તાનને પણ ધમકી આપી
આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજે દાવો કરતાં કહ્યું કે દેવી અનુસૂયાના પુત્ર ચંદ્ર એટલે કે ચંદ્રમા પર પ્રથમ અધિકાર હિંદુ સનાતનીઓનો છે, તેથી ચંદ્રને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવો જોઈએ અને પાકિસ્તાનના ધ્વજ પરથી ચંદ્રને હટાવવા માટે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. પાકિસ્તાન આતંકવાદ છોડી દે અથવા તો તેના ધ્વજમાંથી આપણા ચંદ્ર દેવતાનું પ્રતીક હટાવી દે, નહીંતર અમે સંયુક્ત રાષ્ટ્રમાં માનહાનિનો કેસ દાખલ કરીશું.
Advertisement