વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસની મુલાકાતે છે. આજે તેઓ જોહાનિસબર્ગથી ગ્રીસના એથેન્સ પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન સાકેલારોપોલો દ્વારા ધ ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ઑનર એનાયત કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું કે પરસ્પર હિતના ક્ષેત્રોમાં ગ્રીસ-ભારત મિત્રતાના વ્યૂહાત્મક પ્રોત્સાહનમાં પીએમ મોદીના નિર્ણાયક યોગદાનને પણ માન્યતા આપવામાં આવી છે.
Advertisement
Advertisement
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે મને ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરવા બદલ હું હેલેનિક રિપબ્લિકના લોકો અને રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર માનું છું. મેં 140 કરોડ ભારતીયો વતી તેનો સ્વીકાર કર્યો અને આભાર વ્યક્ત કર્યો.
આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે 40 વર્ષના લાંબા ગાળા પછી કોઈ ભારતીય વડાપ્રધાન ગ્રીસ આવ્યા છે. તેમ છતાં, ન તો આપણાં સંબંધોનું ઊંડાણ ઓછું થયું છે અને ન તો સંબંધોની ઉષ્મામાં ઘટાડો આવ્યો છે. તેથી આજે PM(ગ્રીસ) અને મેં ભારત-ગ્રીસ સંબંધોને વ્યૂહાત્મક સ્તરે લઈ જવાનો નિર્ણય લીધો છે. અમે સંરક્ષણ અને સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, શિક્ષણ, નવી અને ઉભરતી ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં આપણો સહયોગ વધારવા અને આપણી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.
#WATCH | PM Narendra Modi conferred with the Grand Cross of the Order of Honour by Greek President Katerina N. Sakellaropoulou in Athens pic.twitter.com/p3Opq0BMyZ
— ANI (@ANI) August 25, 2023
ગ્રીસ અને ભારત એ વિશ્વની બે સૌથી જૂની સંસ્કૃતિઓ, બે સૌથી જૂની લોકશાહી વિચારધારાઓ અને બે સૌથી જૂના વ્યાપાર અને સાંસ્કૃતિક સંબંધો વચ્ચે એક કુદરતી મેળ છે. આપણા સંબંધોનો પાયો પ્રાચીન અને મજબૂત છે. આજે કૃષિ ક્ષેત્રમાં સહકાર માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે કુશળ પ્રવાસનને સરળ બનાવવા માટે અમે ટૂંક સમયમાં પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરાર કરવાનો નિર્ણય લીધો છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં અમે સૈન્ય સંબંધોને મજબૂત કરવાની સાથે સંરક્ષણ ઉદ્યોગને મજબૂત કરવા માટે સંમત થયા છીએ. આજે અમે આતંકવાદ અને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વિશે ચર્ચા કરી. NSA સ્તરનો એક સંવાદ મંચ પણ હોવો જોઈએ તેમ અમે નક્કી કર્યું છે. આપણો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધી રહ્યો છે અને આવનાર સમયમાં વૃદ્ધિની અપાર સંભાવનાઓ છે તે બાબતે પ્રધાનમંત્રી અને હું સંમત છીએ. તેથી અમે 2030 સુધીમાં અમારો દ્વિપક્ષીય વ્યાપાર બમણો કરવાનો નિર્ણય લીધો છે.
Advertisement