દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત 15મી બ્રિક્સ સમિટના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે ગ્રીસની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે. ગ્રીસમાં વડાપ્રધાન મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચે મુલાકાત થશે. આ ઉપરાંત તેઓ બંને દેશોના વ્યાપારી સમુદાય અને વિદેશી ભારતીયોને પણ મળશે.
Advertisement
Advertisement
પીએમ મોદીનો કાર્યક્રમ
ગ્રીસની મુલાકાત દરમિયાન પીએમ મોદી તેમના સમકક્ષ કિરિયાકોસ મિત્સોટાકિસને મળશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના પગલાં વિશે ચર્ચા કરવામાં આવશે. એક નિવેદનમાં જણાવાયું છે કે પીએમ મોદી બંને દેશોના બિઝનેસ લીડર્સ તેમજ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. પીએમ મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ અગાઉ સપ્ટેમ્બર 1983માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ગ્રીસની મુલાકાતે ગયા હતા.
પીએમ મોદીના સ્વાગત માટે હોટલ બહાર ભીડ ઉમટી
એથેન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની ગ્રીસની એક દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન જે હોટેલમાં રોકાવાના છે તે હોટલ બહાર ભારતીય ડાયસ્પોરાના સભ્યો એકઠા થયા હતા. પીએમ મોદીની ગ્રીસ મુલાકાત દરમિયાન એથેન્સમાં ભારતીય સમુદાયના સભ્યો ઉત્સાહમાં જણાયા હતા. પીએમ મોદી અને ગ્રીસના પીએમ વચ્ચે વેપાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા બંને દેશોના સંબંધોને વધુ સુધારવામાં મદદ કરશે.
દરમિયાન, ગ્રીસ જવા રવાના થતાં અગાઉ પીએમ મોદીએ જોહાનિસબર્ગની હોટલ બહાર ભારતીય ડાયસ્પોરાનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સપ્ટેમ્બર 1983માં ગ્રીસની મુલાકાતે ગયા હતા.
Advertisement