દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ જવા રવાના થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાના અધ્યક્ષપદ હેઠળ જોહાનિસબર્ગમાં યોજાનારી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર તેઓ 22-24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાની મુલાકાતે છે. આ ઉપરાંત જોહાનિસબર્ગમાં પોતાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ ગ્રીસના વડાપ્રધાનના આમંત્રણ પર 25 ઓગસ્ટે સત્તાવાર મુલાકાત માટે ગ્રીસ જશે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ જવા રવાના થયા તે પહેલા પીએમઓએ ટ્વીટ કર્યું, “હું દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં જોહાનિસબર્ગમાં યોજાનારી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર 24 ઓગસ્ટ 2023 સુધી રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાની મુલાકાતે છું.”
વડા પ્રધાન કાર્યાલયે તેના ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે “હું જોહાનિસબર્ગમાં હાજર કેટલાંક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરવા માટે પણ આતુર છું. હું ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટ 2023ના રોજ દક્ષિણ આફ્રિકાથી એથેન્સ, ગ્રીસ જઈશ. આ પ્રાચીન ભૂમિની આ મારી પ્રથમ મુલાકાત હશે. મને 40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું સન્માન પ્રાપ્ત થયું છે.”
બ્રિક્સની શરૂઆત કેવી રીતે થઈ?
બ્રિક્સ પહેલાં, બ્રિક (બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન) હતું. આ ચાર દેશોના નેતાઓ જુલાઈ 2006માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં જી8 આઉટરીચ સમિટ દરમિયાન મળ્યા હતા. આ પછી સપ્ટેમ્બર 2006માં તેને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું. આ પછી દક્ષિણ આફ્રિકાને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું અને પછી બ્રિક્સની શરૂઆત થઈ.
Advertisement