વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુરમાં ચાલી રહેલી જી-20 ડિજિટલ ઈકોનોમી મિનિસ્ટર્સની બેઠકને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ શનિવારે પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે આજે ભારતમાં 85 કરોડથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ છે, જેઓ વિશ્વમાં સૌથી સસ્તા દરે ડેટા નો આનંદ માણી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે સુરક્ષિત અને સમાવિષ્ટ ઉકેલ પ્રદાન કરે છે.
Advertisement
Advertisement
જન ધન ખાતા, આધાર અને મોબાઈલ ફોનથી નાણાંકીય વ્યવહારોમાં ક્રાંતિ આવી
પીએમ મોદીએ કહ્યું, અમે શાસનને વધુ કાર્યક્ષમ, સમાવેશી, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે જન ધન ખાતા, આધાર અને મોબાઈલ ફોનને લીધે નાણાંકીય વ્યવહારોમાં ક્રાંતિ આવી છે. તેમણે ઉમેર્યું કે ભારત વૈવિધ્યપૂર્ણ દેશ છે. અમારી પાસે ડઝનેક ભાષા અને સેંકડો બોલીઓ છે. અહીં વિશ્વના તમામ ધર્મોના લોકો રહે છે અને સંખ્યાબંધ સાંસ્કૃતિક પ્રથાઓનું પાલન કરવામાં આવે છે. પ્રાચીન પરંપરાઓથી લઈને આધુનિક ટેકનીક સુધી, ભારતમાં દરેકને માટે કંઈકને કંઈક તો છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ઈન્ટરનેટ માટે 45 ટકાથી વધુ વૈશ્વિક રીઅલ-ટાઇમ પેમેન્ટ ભારતમાં થાય છે. કોવિડ પોર્ટલે ભારતની રસીકરણ અભિયાનને ટેકો આપ્યો અને 200 કરોડ લોકો સુધી રસી સુધી પહોંચવામાં મદદ કરી. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળી અને તેની મદદથી સરકારે 33 બિલિયન ડોલરથી વધુની બચત કરી. અમે ‘ભાષિની’ નામનું AI-સંચાલિત ભાષા અનુવાદ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છીએ. તે ભારતમાં તમામ વિવિધ ભાષાઓમાં ડિજિટલ સમાવેશનું સમર્થન કરશે.
પ્રધાનમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને જણાવ્યું કે વિશ્વ સાથે પોતાના અનુભવો શેર કરવા માટે ભારત તૈયાર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોઈ પણ પાછળ રહી ન જાય તે સુનિશ્ચિત કરવા માટે ભારતે એક ઓનલાઈન ઈન્ટીગ્રેટેડ ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ‘ઈન્ડિયા સ્ટેક્સ’ બનાવ્યું છે.
Advertisement