ભારતના ચંદ્રયાન-3 મિશન માટે ગુરુવારે સારા સમાચાર આવ્યા છે. ચંદ્રયાન-3નું લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ યોજના અનુસાર બે ટુકડામાં તૂટીને અલગ-અલગ રીતે ચંદ્રની મુસાફરી કરી રહ્યા છે. આ સાથે જ ચંદ્રયાન-3નું લેન્ડર હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. ઈસરો મુજબ 23 ઓગસ્ટે સાંજે ચંદ્ર પર લેન્ડર વિક્રમની સોફ્ટ લેન્ડિંગની યોજના છે.
Advertisement
Advertisement
ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટીની ખૂબ નજીક લાવવા માટે તેને 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. આ સાથે, ચંદ્રની ભ્રમણકક્ષામાં થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે ચંદ્રયાન-3 નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ તેમની અલગ અલગ મુસાફરી માટે તૈયાર છે.
મિશનનો આગળનો તબક્કો શું છે?
ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ઉતરવા માટે છેલ્લાં 100 કિ.મી.નો પ્રવાસ એકલા હાથે કરવો પડશે. લેન્ડરે પોતાના એન્જીન એટલે કે થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને તેની ઝડપ ધીમી કરવી પડશે. આ સાથે જ ઉંચાઈ પણ ઘટાડવી પડશે. આજે બપોરે વિક્રમ લેન્ડર તેના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું છે. ISRO એ ટ્વીટ કરી લખ્યું હતું, “ચંદ્રયાન-3 મિશન: ‘સફર માટે આભાર, દોસ્ત! લેન્ડર મોડ્યુલ સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલ થી અલગ થઈ ગયું છે. મિશનના આગળના તબક્કામાં, લેન્ડર મોડ્યુલને હવે શુક્રવારે ચંદ્રની નીચલી ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં આવશે. ISROએ લેન્ડર મોડ્યુલથી X પર એક પોસ્ટમાં ચંદ્રયાન-3ની યાત્રા વિશે પણ ટ્વિટ કર્યું છે.
Chandrayaan-3 Mission:
‘Thanks for the ride, mate! ?’
said the Lander Module (LM).LM is successfully separated from the Propulsion Module (PM)
LM is set to descend to a slightly lower orbit upon a deboosting planned for tomorrow around 1600 Hrs., IST.
Now, ?? has3⃣ ?️?️?️… pic.twitter.com/rJKkPSr6Ct
— ISRO (@isro) August 17, 2023
14 દિવસ સુધી ચંદ્રયાન – 3 પ્રયોગો કરશે
તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ સામેલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. બીજી તરફ, પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને ચંદ્રની સપાટી પરથી આવતા રેડિયેશન્સનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર પાણીની શોધખોળ કરશે અને ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તેની પણ જાણકારી મેળવશે.
આ રીતે ચંદ્ર નજીક પહોંચ્યું
14 જુલાઈએ શ્રીહરિકોટાથી ઉપડ્યા પછી, ચંદ્રયાન-3 ત્રણ અઠવાડિયામાં ઘણાં તબક્કાઓમાંથી પસાર થયું. 5 ઓગસ્ટે તે પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. આ પછી ચંદ્રયાન-3 ગઈ 6, 9 અને 14 ઓગસ્ટના રોજ અલગ-અલગ તબક્કામાં પ્રવેશ્યું હતું. આ ત્રણ અઠવાડિયામાં ઈસરોએ ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક પૃથ્વીથી દૂર ભ્રમણકક્ષામાં મૂક્યું હતું.
Advertisement