અમેરિકાના હવાઈના જંગલોમાં લાગેલી આગનો મૃત્યુઆંક વધીને 67 થઈ ગયો છે. હવાઈના માઉ કાઉન્ટી વિસ્તારમાં મોટાભાગના મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ ઘણાં વિસ્તારોમાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી. હવાઈના ગવર્નર જોશ ગ્રીને જણાવ્યું હતું કે એકલા માઉનો મૃત્યુઆંક જ 59 છે.
Advertisement
Advertisement
એલર્ટ સિસ્ટમ નિષ્ફળ રહી
હવાઈના ગવર્નરે જણાવ્યું હતું કે જે મોત થયાં ઈમારતોની અંદર નહીં પણ ખુલ્લી જગ્યામાં થયા છે. તેમણે કહ્યું કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. હવાઈના પ્રશાસને આગ લાગવાના કારણની તપાસ અને સર્વેના આદેશ આપ્યા છે. ચેતવણીની સાયરન કેમ ન વાગી એની પણ તપાસ કરવામાં આવશે. સાયરન ન વાગવાના કારણે રહેવાસીઓ એલર્ટ થઈ શક્યા ન હતા. તમને જણાવી દઈએ કે ગત સપ્તાહની શરૂઆતમાં હવાઈમાં આગ લાગી હતી જે બેકાબુ બની ગઈ છે.
ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ નાશ પામી
હવાઈના ગવર્નર જોશ ગ્રીને જણાવ્યું હતું કે લાહૈના નજીક લાગેલી આગને પહેલા બુઝાવી દેવામાં આવી હતી, ત્યારબાદ ફાયર વિભાગે અન્ય વિસ્તારો તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં આગ ફરી વધી ગઈ હતી અને આગે આખા લાહૈના શહેરને તબાહ કરી નાખ્યું હતું. રાજ્યપાલે કહ્યું કે આગને કારણે ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ નાશ પામી, જેના કારણે લોકો એકબીજાને સાવચેત પણ કરી શક્યા ન હતા.
અમેરિકી રાષ્ટ્રપતિએ મદદની જાહેરાત કરી
અમેરિકાના પ્રમુખ જો બાઈડને શુક્રવારે હવાઈના ગવર્નર જોશ ગ્રીન સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં ગવર્નરે પ્રમુખને પરિસ્થિતિની માહિતી આપી અને સરકાર તરફથી મળેલી મદદ માટે તેમનો આભાર માન્યો હતો. અમેરિકી સરકારે હવાઈમાં લાગેલી આગથી પ્રભાવિત લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. અમેરિકી સરકાર હવાઈમાં ઘરોનું પુનઃનિર્માણ અને રિપેરિંગ કરાવશે, તેમજ લોકોને ઓછાં વ્યાજ દરે લોન આપશે.
Advertisement