ટ્વિટરમાં થયેલા ઘણા ફેરફારો વચ્ચે હવે એલન મસ્કે તેનું નામ પણ બદલી નાખ્યું છે. ટ્વિટર હવે X તરીકે ઓળખાશે. ટ્વિટરનું ડોમેન પણ Twitter.com થી X.com થઈ ગયું છે. તમે x.com ની વિઝિટ કરો તો તે તમને twitter.com પર રીડાયરેક્ટ કરશે. એલન મસ્કે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. ટ્વિટરના સત્તાવાર હેન્ડલનો પ્રોફાઈલ ફોટો પણ બદલીને X કરવામાં આવ્યો છે અને નામ પણ બદલીને X કરવામાં આવ્યું છે, જોકે હેન્ડલ હજુ પણ @twitter છે, કારણ કે હેન્ડલ બદલી શકાતું નથી. એલન મસ્કએ ટ્વિટર હેડક્વાર્ટરનો ફોટો શેર કર્યો છે જેના પર લેસર લાઈટથી X લોગો બનાવવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
મસ્કે ટ્વિટરનો લોગો બદલવાની તૈયારી પણ કરી લીધી છે. મસ્કે ટ્વીટ કરીને આ ફેરફારનો સંકેત આપ્યો છે. અગાઉ મસ્કે લખ્યું હતું કે ટૂંક સમયમાં અમે ટ્વિટર બ્રાન્ડને અને ધીમે ધીમે તમામ પક્ષીઓને અલવિદા કહીશું.
છેવટે એલન મસ્ક શું ઈચ્છે છે?
એલન મસ્કે ગયા વર્ષે લગભગ $44 બિલિયનમાં ટ્વિટર ખરીદ્યું હતું. ત્યારથી, તે ટ્વિટર દ્વારા આવક ઉભી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એલન મસ્કે માત્ર આવક માટે બ્લુ ટિકને પેઈડ કરી, તેનો અર્થ એ કે હવે જે નાણાં ચૂકવશે ફક્ત તેને જ બ્લુ ટિક મળશે. આ સિવાય એલન મસ્કે ફ્રી એકાઉન્ટમાંથી ટ્વિટ કરવા અને પોસ્ટ જોવા પર પણ મર્યાદા લગાવી છે.
તે સાથે જ ડાયરેક્ટ મેસેજને પણ મસ્ક પેઈડ કરવા જઈ રહ્યા છે. એલન મસ્કે ખર્ચ પર કાપ માટે માલિક બનતાની સાથે જ ભારતીય મૂળના ટ્વિટર સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ઘણા ટોચના અધિકારીઓને બરતરફ કર્યા હતા. એલન મસ્ક ટૂંક સમયમાં ટ્વિટરનો નવો લોગો પણ બહાર પાડે તેવી શક્યતા છે.
એલન મસ્કે પોતાની ટ્વિટર પ્રોફાઇલમાં X લોગો પણ મૂક્યો છે. પહેલા એલન મસ્કનો ફોટો હતો. એલન મસ્ક ટ્વિટરને સુપર એપ પણ બનાવી શકે છે, જેના પછી એક જ પ્લેટફોર્મ પર અનેક પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. સામાન્ય રીતે, સુપર એપની વ્યાખ્યા એ છે કે તેમાં એક જ એપ પર કરિયાણાથી માંડીને સોશિયલ મીડિયા અને ટ્રાવેલ સુધીની સેવાઓ ઉપલબ્ધ હોય છે.
Advertisement