આજે ભારતના વિવિધ ભાગોમાં એક જ સમયે 1.40 લાખ કિલો ડ્રગ્સનો એક સાથે નાશ કરવામાં આવ્યો હતો. આ માદક દ્રવ્યોની કિંમત 2,381 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ડ્રગ ડિસ્ટ્રક્શન પ્રોગ્રામને વર્ચ્યુઅલ રીતે દિલ્હીથી નિહાળ્યો હતો.
Advertisement
Advertisement
મળતી માહિતી મુજબ દેશના અનેક શહેરોમાં નશીલા પદાર્થોનો નાશ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ‘માદક પદાર્થોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર યોજાયેલા સંમેલન દરમિયાન અમિત શાહે આ લાઈવ જોયું હતું.
ટાર્ગેટ કરતા 11 ગણું વધુ ડ્રગ્સ જપ્ત કરાયું
આ મામલા સાથે સંકળાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. 1 જૂન, 2022 થી 15 જુલાઈ, 2023 સુધીમાં, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) ના તમામ ક્ષેત્રીય એકમો અને રાજ્ય એજન્સીઓએ જપ્ત કરાયેલા લગભગ રૂ. 9,580 કરોડની કિંમતના આશરે 8,76,554 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કર્યો છે. જે નિર્ધારિત લક્ષ્ય કરતાં 11 ગણાથી વધુ છે.
અત્યાર સુધી કુલ 10 લાખ કિલો ડ્રગ્સનો નાશ કરાયો
સોમવાર પછી માત્ર એક વર્ષમાં નાશ કરાયેલા ડ્રગ્સનો કુલ જથ્થો 10 લાખ કિલો જેટલો થઈ જશે. તેની કુલ કિંમત લગભગ 12,000 કરોડ રૂપિયા હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન મોદીના નશામુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ડ્રગ નાબૂદીનું આ અભિયાન એ જ ઉત્સાહ સાથે સક્રિયપણે ચાલુ રહેશે.
નાશ કરવામાં આવેલા ડ્રગ્સના જથ્થામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના હૈદરાબાદ એકમ દ્વારા એક ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલા 6,590 કિલો ડ્રગ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઈન્દોર એકમના ઓપરેશનમાં જપ્ત કરાયેલ 822 કિલો ડ્રગ્સ અને જમ્મુ યુનિટ દ્વારા જપ્ત કરાયેલ 356 કિલો ડ્રગ્સનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વિવિધ રાજ્યોની કાયદા અમલીકરણ એજન્સીઓએ પણ ડ્રગ્સનો નાશ કર્યો હતો. તેમાં મધ્યપ્રદેશમાં 1.03 લાખ કિગ્રા, આસામમાં 1,486 કિગ્રા, ચંદીગઢમાં 229 કિગ્રા, ગોવામાં 25 કિગ્રા, ગુજરાતમાં 4,277 કિગ્રા, હરિયાણામાં 2,458 કિગ્રા, જમ્મુ અને કાશ્મીરમાં 4,069 કિગ્રા, મહારાષ્ટ્રમાં 159 કિગ્રા, મહારાષ્ટ્રમાં 138 કિગ્રા, ત્રિપુરામાં 138 કિગ્રાનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર પ્રદેશમાંથી જપ્ત કરાયેલા 4,049 કિલો ડ્રગ્સનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
Advertisement