ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ હેઠળ 43.5 મીટર લાંબા બાહુબલિ રોકેટે ચંદ્રયાન સાથે ઉડડ્યન શરુ કર્યું છે. LVM3 ISROનું સૌથી મોટું અને ભારે રોકેટ છે. ઈસરોના વૈજ્ઞાનિકો તેને પ્રેમથી ફેટ બોય કહે છે. ચંદ્રની આ સફર ખૂબ જ રસપ્રદ રહેશે. અગાઉ ચંદ્રયાન-2ને લોન્ચ કરવા માટે GSLV MK-III નામના રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
50 દિવસ પછી ચંદ્રની સપાટી પર ઉતરશે
વૈજ્ઞાનિકોના મતે ચંદ્રયાન-3ને 16 મિનિટની ઉડ્ડયન બાદ જ રોકેટ દ્વારા અવકાશયાનથી અલગ કરી દેવાયું છે. તે સમયે ઊંચાઈ 179 કિમી હતી. આ યાન 170 કિમીના અંતરે લંબગોળ ભ્રમણમાર્ગ પર લગભગ 5-6 વખત પૃથ્વીની પરિક્રમા કરશે. પરિભ્રમણ ગતિ પ્રાપ્ત કર્યા પછી, તે એક મહિનાની મુસાફરીમાં ચંદ્ર તરફ આગળ વધશે. ચંદ્રની ભ્રમણકક્ષામાં, તે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર પહોંચી જશે. આ મિશન લગભગ 50 દિવસની મુસાફરી પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરશે.
ચંદ્રયાન-3 ના સફળ પ્રક્ષેપણ પછી ઉજવણી
આજે ભારતે ઈતિહાસ રચ્યો છે. ISRO એ આંધ્ર પ્રદેશના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. સમગ્ર ભારતે આ સફળતા નિહાળી છે. આ સાથે ઈસરોના વડા એસ. સોમનાથે આ મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો અને દેશના તમામ લોકોને શુભકામનાઓ આપી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ ચંદ્રયાનને ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા પછી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી.
ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ બાદ ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3એ ચંદ્ર તરફની સફર શરૂ કરી દીધી છે. આપણા LVM3 એ પહેલેથી જ ચંદ્રયાન-3ને પૃથ્વીની આસપાસ ચોક્કસ રીતે મૂક્યું છે. અમે ચંદ્રયાન-3ને શુભેચ્છા પાઠવીએ છીએ જેથી તે આગામી દિવસોમાં ચંદ્ર તરફની સફળ યાત્રા કરી શકે .
પીએમ મોદીએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા
આ અવસર પર પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું અને લખ્યું, “ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો, તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને ઉંપર લઈ જતાં ઉંચી ઉડાન ભરે છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણનો પુરાવો છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.
Advertisement