જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સામાન્ય લોકોને નિશાન બનાવીને આતંકી હુમલો કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવાર 13 જુલાઈની રાત્રે, શોપિયા જિલ્લામાં ફાયરિંગમાં ત્રણ બિન-કાશ્મીરી મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
Advertisement
Advertisement
ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સુરક્ષા દળોએ આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ મજૂરો બિહારના રહેવાસી છે. ઘાયલોની ઓળખ અનમોલ કુમાર, પિન્ટુ કુમાર ઠાકુર અને હીરાલાલ યાદવ તરીકે થઈ છે. આ લોકો બિહારના સુપૌલ જિલ્લાના રહેવાસી છે.
ઘટનાને પગલે શ્રમિકોમાં ભયનો માહોલ
ફાયરિંગની ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા બિહારના એક પરપ્રાંતિય શ્રમિકે કહ્યું કે આ લોકો સાંજે લગભગ 7:45 વાગ્યે રૂમમાં આવ્યા અને બિહારના ત્રણ શ્રમિકો પર ગોળીબાર કર્યો, અમે તેમને હોસ્પિટલે લઈ ગયા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવી ઘટનાઓને કારણે ડર લાગતો રહે કે કેવી રીતે કમાણી થશે. ડરના કારણે અમે કામ પર પણ જતા નથી. આ પછી શું કરીશું ? બધા પોતપોતાના ઘરે જતાં રહેશે. અમે કોઈનું શું ખોટું કર્યું છે કે જેથી અમારી સાથે આવું થઈ રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાનું કાવતરું ઘડાઈ રહ્યું છે
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેનાએ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને ઠાર માર્યો છે. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બરતવાલે જણાવ્યું હતું કે સૈનિકોને સોમવારે રાત્રે (10 જુલાઈ) નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે આતંકવાદીઓના એક જૂથની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. તેમણે કહ્યું કે ઘૂસણખોરોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી હતી અને જ્યારે તેઓ સુરક્ષા કોર્ડન પાસે પહોંચ્યા તો તેમને પડકારવામાં આવ્યા અને ગોળીબાર કરવામાં આવ્યો હતો.
Advertisement