નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ અને ટ્રિપલ તલાકનો મુદ્દો ઉઠાવીને નવો વિવાદ સર્જ્યો છે. તેમના આ નિવેદન બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ઈમરજન્સી બેઠક બોલાવીને UCCનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. યુસીસીના કારણે દેશના મુસ્લિમ સમુદાયના લોકોમાં મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન, મુસ્લિમ વર્લ્ડ લીગના મહામંત્રી શેખ ડો. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે અહીંના મુસ્લિમોને તેમની રાષ્ટ્રીયતા અને બંધારણ પર ગર્વ છે.
Advertisement
Advertisement
મુસ્લિમ વર્લ્ડ લીગના મહામંત્રી શેખ ડો. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે ભારતીય સમાજના મુસ્લિમ ઘટકોને તેમની રાષ્ટ્રીયતા પર ગર્વ છે કે તેઓ ભારતીય નાગરિક છે અને તેમને પોતાના બંધારણ પર ગર્વ છે. વિવિધતામાં એકતા માટે ભારતની પ્રશંસા કરતા તેમણે વધુમાં કહ્યું કે ભારત હિંદુ બહુમતી રાષ્ટ્ર હોવા છતાં પણ ધર્મનિરપેક્ષ દેશ છે.
આ પ્રસંગે અજિત ડોભાલે કહ્યું કે ભારત ઘણાં દાયકાથી આતંકવાદનો ભોગ બનતું રહ્યું છે. દેશે 2008 (મુંબઈ હુમલો) સહિત ઘણાં આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે. ભારત તેના સુરક્ષા તંત્રને મજબૂત બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે અન્ય દેશો સાથે સહયોગ કરવા સહિત વિવિધ માધ્યમો દ્વારા આતંકવાદ સામે લડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે.
આ ઉપરાંત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે કહ્યું કે ભારત વિશ્વમાં બીજી અને સૌથી મોટી મુસ્લિમ વસ્તીનું ઘર છે. ભારતમાં મુસ્લિમોની વસતિ ‘ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન’ ના 33 થી વધુ સભ્ય દેશોની સંયુક્ત વસતિ જેટલી છે. હિંદુ ધર્મ અને ઇસ્લામની ઊંડી આધ્યાત્મિક સામગ્રી લોકોને એકસાથે લાવી છે અને એકબીજાની સામાજિક અને બૌદ્ધિક સમજ લાવવામાં મદદ કરી છે.
Advertisement