ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ-કારની ટક્કરમાં 6 લોકોના મોત થયા છે. અકસ્માત સમયે સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થી હાજર ન હતો જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બસ કથિત રીતે રોંગ સાઈડમાંથી આવી રહી હોવાનું કહેવાય છે.
Advertisement
Advertisement
મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે વિજયનગરમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર તાજ હાઈવેના ફ્લાયઓવર પર એક સ્કૂલ બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. ગાઝિયાબાદ ટ્રાફિક વિભાગના એડીસીપી આરકે કુશવાહાના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 6 વાગ્યે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. બસ ખોટી લેનમાં આવી રહી હતી. આ અકસ્માતમાં ભૂલ બસ ડ્રાઈવરની હતી. બસ ડ્રાઈવરને ઝડપી લેવાયો છે.
#WATCH उत्तर प्रदेश: गाजियाबाद में एक स्कूल बस और कार की आपस में टक्कर हुई, हादसे में 6 लोगों की मौके पर मृत्यु हो गई।
(वीडियो सीसीटीवी का है) https://t.co/AJmKJhYzTw pic.twitter.com/7dEHQ4L9Y9
— ANI_HindiNews (@AHindinews) July 11, 2023
ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સીએમ યોગીએ ગાઝિયાબાદ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. દિવંગત આત્માને શાંતિની પ્રાર્થના કરતાં મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડીને તેમની યોગ્ય સારવાર કરાવવા સૂચના આપી છે. તેમણે ઈજાગ્રસ્તોને જલદી સાજા થવાની કામના કરી હતી.
Advertisement