મેટાના માલિક માર્ક ઝકરબર્ગે ગઈકાલે જ ટેક્સ્ટ-આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ લૉન્ચ કર્યું હતું. આ એપને ઈલોન મસ્કના ટ્વિટરનું હરીફ માનવામાં આવે છે. તે લોન્ચ થયું તેના સાત કલાકની અંદર એક કરોડથી વધુ લોકોએ પ્લેટફોર્મ પર સાઇન અપ કર્યું તેના પરથી આ નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. હવે ટ્વિટરના સીઓ ઈલોન મસ્કે મેટા સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે.
Advertisement
Advertisement
થ્રેડ્સ એપ ગઈકાલે જ લોન્ચ કરવામાં આવ્યું
ટ્વિટર પર છેલ્લાં કેટલાક મહિનાથી થઈ રહેલાં ફેરફારો અને નવા નિયમોથી યુઝર્સ કંટાળી ગયા હતા અને ગઈકાલે માર્ક ઝકરબર્ગે ટ્વિટર સાથે સ્પર્ધા કરવા માટે થ્રેડ્સ એપ લોન્ચ કર્યું હતું. થ્રેડ્સ એપ એક જ દિવસમાં લોકપ્રિય બની ગયું અને ભારત તથા વિદેશની સેલિબ્રિટીઝ, રાજકારણીઓ અને સામાન્ય નાગરિકો તેમાં જોડાયા છે. ટેક્સ્ટ-આધારિત થ્રેડ્સ એપ લોન્ચ થયાના 24 કલાકની અંદર, ઈલોન મસ્કે મેટા સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે.
મેટા સામે ટ્વિટર કાયદેસર કાર્યવાહી કરશે
સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્વિટરના વકીલ એલેક્સ સ્પિરોએ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને એક પત્ર મોકલ્યો છે. તેમાં નવા ટેક્સ્ટ-આધારિત એપ થ્રેડ્સ અંગે મેટા સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ટ્વિટરના પ્રતિનિધિ એટર્ની એલેક્સ સ્પિરોએ મેટા પર આરોપ લગાવ્યો છે કે તેણે ટ્વિટરના ટ્રેડ સિક્રેટ અને અન્ય વસ્તુઓનો ગેરકાયદેસર ઉપયોગ કરીને કોપીકેટ એપ્સ બનાવવા માટે ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીઓને કામે રાખ્યા છે.
થ્રેડ્સ એપ શું છે?
થ્રેડ્સ એપને ઇન્સ્ટાગ્રામ ટીમ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે. થ્રેડ્સમાં રિયલ ટાઇમ ફીડ પણ ઉપલબ્ધ હશે. થ્રેડ્સના ફીચર્સ અને ઈન્ટરફેસ ટ્વિટર જેવા જ છે. થ્રેડ્સ હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે. થ્રેડ્સ ગૂગલ પ્લે-સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તમારી પાસે પહેલેથી જ ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક હોય એટલે કે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પહેલેથી જ વેરિફાઇડ હોય તો થ્રેડ્સ એકાઉન્ટ આપમેળે વેરિફાય થઈ જશે.
Advertisement