PM મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી વર્ષના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. DUના કાર્યક્રમમાં જતી વખતે PM મોદીએ મેટ્રોમાં હાજર લોકો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીને મેટ્રોમાં મુસાફરી કરતાં જોઈને લોકો ખુશ થઈ ગયાં હતા. આ દરમિયાન તેમણે મેટ્રોમાં હાજર લોકો સાથે વાતચીત કરી. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવાના છે. આ પ્રસંગે પીએમ ડીયુની ત્રણ ઈમારતોનો શિલાન્યાસ કરશે અને ટેબલ બુકના એક સેટનું વિમોચન પણ કરશે.
Advertisement
Advertisement
શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ
ડીયુએ આ કાર્યક્રમ માટે માર્ગદર્શિકા પણ જારી કરી દીધી છે. આ સાથે કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પણ વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ડીયુના વાઇસ ચાન્સેલર યોગેશ સિંહે જણાવ્યું હતું કે 30 જૂને દિલ્હી યુનિવર્સિટી (ડીયુ)ના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં વડા પ્રધાન મુખ્ય અતિથિ છે. વડાપ્રધાન મોદી દ્વારા 3 નવી ઇમારતોના શિલાન્યાસ સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે હાજર રહેશે. ડીયુ સાઉથ કેમ્પસના ડાયરેક્ટર પ્રકાશ સિંહે જણાવ્યું કે વડાપ્રધાન લોગો બુક સહિત ત્રણ કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરશે.
PM મોદીની મુલાકાતને લઈને તમામ શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્ડ દ્વારા એન્ટ્રી ફરજિયાત બનાવવામાં આવી છે. ખાસ કરીને વડાપ્રધાન ટેકનિકલ બિલ્ડીંગ, કોમ્પ્યુટર સેન્ટર અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ કરશે. સાત માળની આ ઈમારતો અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્કમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનારા કિરોડીમલ કૉલેજ, મિરાન્ડા હાઉસ, રામજસ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શનોની પણ મુલાકાત લેશે.
વડાપ્રધાન મૌરીસ નગરમાં બનનારા કોમ્પ્યુટર સેન્ટર અને ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી (નોર્થ કેમ્પસ) અને એકેડેમિક બ્લોક સહિત ત્રણ બિલ્ડીંગનો શિલાન્યાસ કરશે. આ બિલ્ડીંગોનું બાંધકામ આગામી બે વર્ષમાં પૂર્ણ થઈ જશે.
Advertisement