વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગમાં પ્રવાસી ભારતીયોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ત્રણ દિવસમાં ભારત-અમેરિકા સંબંધોની નવી સફર શરૂ થઈ છે. આ નવી યાત્રા વૈશ્વિક વ્યૂહાત્મક મુદ્દાઓ પર આપણા સંકલન વિશે છે. મેક ઈન ઈન્ડિયા-મેક ફોર વર્લ્ડની આ નવી સફર આપણા સહયોગ વિશે છે. બંન્ને દેશો વધુ સારા મજબુત દેશ તરફ આગળ ડગ માંડી રહ્યા છે. ફાઈટર એન્જિન પ્લેન બનાવવાનો નિર્ણય ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ કરાર સાથે અમેરિકા પરસ્પર વિશ્વાસ પણ શેર કરશે.
Advertisement
Advertisement
આ ઉપરાંત, તેમણે કહ્યું કે એપ્લાઇડ મટિરિયલ્સ દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર સાધનો માટે $400 મિલિયનનું રોકાણ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનોની ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરશે. ગૂગલ પણ ભારતમાં તેનું ગ્લોબલ ફિનટેક સેન્ટર શરૂ કરવા જઈ રહ્યું છે. બોઇંગે પણ ભારતમાં $100 બિલિયનના રોકાણની જાહેરાત કરી છે. તમે ભારતની દરેક સિદ્ધિથી ખુશ થાવ છો. વિશ્વના ઘણા દેશો યોગ દિવસ માટે યુએન હેડક્વાર્ટરમાં ભાગ લે છે ત્યારે તમે ગર્વ અનુભવો છો. જ્યારે આખું વિશ્વ નાટુ-નાટુના તાલે નાચવા લાગે છે ત્યારે તમને ગર્વ થાય છે અને આજે ભારતની ક્ષમતા સમગ્ર વિશ્વના વિકાસને કેવી દિશા આપી રહી છે એ જોઈને પણ તમને ગર્વ થાય છે.
પ્રવાસી ભારતીયોને સંબોધન કરતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત લોકશાહીની જનેતા છે અને અમેરિકા અદ્યતન લોકશાહીનું ચેમ્પિયન છે. આજે વિશ્વ આ બે મહાન લોકશાહી વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત થતી જોઈ રહ્યું છે. અમેરિકા આપણું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર અને નિકાસ ગંતવ્ય છે. પરંતુ અમારી ભાગીદારીની વાસ્તવિક ક્ષમતા હજુ બહાર આવી નથી. આપણે ત્યાંથી ચોરાયેલી ભારતની 100થી વધુ જૂની મૂર્તિઓ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રાચીન વસ્તુઓ વર્ષો પહેલા અલગ અલગ રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચી ગઈ હતી. તે પરત કરવા બદલ હું અમેરિકી સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું.
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં વધુમાં કહ્યું કે આજે તમને એ જોઈને પણ ગર્વ થાય છે કે ભારતનું સામર્થ્ય કેવી રીતે વિશ્વના વિકાસને દિશા આપી રહ્યું છે. આજે ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી વધી રહી છે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે.
Advertisement