વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની તેમની સત્તાવાર રાજકીય મુલાકાતના પ્રથમ તબક્કામાં ન્યુયોર્ક પહોંચ્યા છે. તેઓ તેમની મુલાકાત દરમિયાન સીઈઓ, નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યમીઓ, શિક્ષણવિદો, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે મુલાકાત કરી રહ્યા છે. આ સિવાય તેઓ એકેડેમિક અને થિંક ટેન્ક ગ્રુપના સભ્યોને પણ મળી રહ્યા છે.
Advertisement
Advertisement
નિબંધકાર અને આંકડાશાસ્ત્રી પ્રોફેસર નસીમ નિકોલસ તાલેબે ન્યૂયોર્કમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી.મુલાકાત બાદ તેમણે કહ્યું કે વડાપ્રધાન સાથેની મુલાકાત અદભૂત રહી. મેં કોવિડ પ્રત્યે ભારતની પ્રતિક્રિયાની પ્રશંસા કરી, ભારતે તેનો ખૂબ જ અસરકારક રીતે સામનો કર્યો, ખાસ કરીને ભોજન, વિતરણ અને વગેરેના સંદર્ભમાંભારતે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં પ્રોફેસર પોલ રોમરને મળ્યા. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ એક શાનદાર મુલાકાત હતી. અમે શહેરી વિકાસના મહત્વ વિશે વાત કરી. તેઓ આ મુદ્દાઓને સારી રીતે સમજે છે. વડા પ્રધાને શહેરીકરણ કોઈ સમસ્યા નથી, તે એક તક છે તે ખૂબ જ સારી રીતે વ્યક્ત કર્યું. આધાર જેવી પહેલ સાથે ભારત પ્રમાણીકરણના મોરચે વિશ્વને રસ્તો બતાવી શકે છે.
ત્યારબાદ પીએમ મોદીએ અમેરિકન ઈન્વેસ્ટર રે ડેલિયો સાથે પણ મુલાકાત કરી હતી. મીટિંગ પછી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભારતની ક્ષમતા ખૂબ જ વિશાળ છે અને હવે તમારી પાસે એક સુધારક છે જે પરિવર્તનની ક્ષમતા અને લોકપ્રિયતા ધરાવે છે. ભારત અને વડાપ્રધાન મોદી એક એવા વળાંક પર છે જેમાં ઘણી તકો ઉભી થશે.
મુલાકાતના આગળના તબક્કામાં પીએમ મોદીએ અમેરિકન ખગોળવિજ્ઞાની, લેખક અને સાયન્સ કોમ્યુનિકેટર નીલ ડીગ્રાસ ટાયસન સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ તેમણે કહ્યું કે મને તેમની સાથે સમય પસાર કરીને આનંદ થયો. ભવિષ્ય માટેનું તેમનું વિઝન જાણીને આનંદ થયો, મને સંપૂર્ણ ખાતરી છે કે ભારત શું હાંસલ કરી શકે છે તેની કોઈ મર્યાદા નથી. તેથી મને ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ દેખાય છે.
Advertisement